આજે દેશભરમાં 74 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિવિધ ધાર્મિક સ્થાનો પર પણ તેમની ઉજવણી જોવા મળી હતી. જેમાં સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો સૌરાષ્ટના સોમનાથ મહાદેવ મંદિર આજે દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત શક્તિપીઠ પાવાગઢ દેશભક્તિના રંગે રંગાયું હતું જ્યાં મહાકાળી માતાજીના મંદિરે તિરંગાનો કરાયો શણગાર, અને મંદિર પરિસરમાં પણ ઠેર-ઠેર તિરંગા લગાવી દેશભક્તિનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.
આજે મોડાસા ખાતેના ગાયત્રી મંદિરમાં રાષ્ટ્રીય પર્વની સાથે સાથે પ્રકૃતિને ખિલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી- મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. સાથે જ ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પર્વ. આમ આજ આ ત્રિવેણી પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા છે.
મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો છે. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો છે. સવારથી જ ભક્તો મા ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસ પરેડ : મહિલા રાષ્ટ્રપતિ સામે મહિલા સેના જવાનોની પરેડ, દેશની દીકરીઓએ વધાર્યું માન