ગણતંત્ર દિવસની ઉજવણી : કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSFએલર્ટ પર
26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બોર્ડર પર BSF સુરક્ષાને લઈને એલર્ટ મોડ પર આવી ગયું છે. ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને આખા દેશમાં વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આ દિવસે દેશના દુશ્મનો પણ આતંકી પ્રવૃતિ કરવાની ફીરાકમાં હોય છે. ત્યારે કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF હાઇએલર્ટ પર છે.
કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF હાઇએલર્ટ પર
26ની જાન્યુઆરીને ઉજવણીને હવે બે દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે કચ્છથી રાજસ્થાન બોર્ડર સુધી BSF હાઇએલર્ટ પર છે. BSF દ્વારા પાકિસ્તાનને અડીને આવેલ કચ્છ બોર્ડર સહિતની અન્ય તમામ બોર્ડર પર અલર્ટ આપવામાં આવ્યું છે ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત રહશે. અને સુરક્ષા કરશે. કચ્છના રણ અને ક્રીક વિસ્તારમાંથી અનેક વખત પાકિસ્તાની નાગરિકો દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે. અનેક વખત સુરક્ષા દળો દ્વારા તેમણે પકડી પણ લેવામાં આવ્યા છે. ત્યારે ત્યારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે સુરક્ષાદળો દ્વારા સુરક્ષા વધારી દેવામા આવી છે. કચ્છ ક્રીક, રણ સરહદથી લઇ છેક રાજસ્થાનના બાડમેર સુધી BSF એલર્ટ મોડ પર છે. જેથી કોઈ બહારથી ઘૂસણખોરી કરી શકશે નહીં.
28 જાન્યુઆરી સુધી ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસ
ગુજરાતમાં આવેલ ભારત પાકિસ્તાન સરહદ પર 28 જાન્યુઆરી સુધી BSFનું ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસ કરવામાં આવશે. 26 મી જાન્યુઆરીને ધ્યાને રાખીને 7 દિવસ સુધી આ અભ્યાસ કરવામાં આવશે. ‘ઓપ્સ એલર્ટ’ અંતર્ગત વિવિધ એક્સરસાઇઝ કરવામાં આવશે. તેમજ BSF દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસના વિસ્તારો સાથે ક્રીક અને હરામી નાળા વિસ્તારમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સાથે વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે અને બોર્ડર વિસ્તારમાં રહેતા લોકો સાથે પણ BSF મુલાકાત કરશે.
આ પણ વાંચો : અમેરિકામાં ચીની નવા વર્ષની ઉજવણીમાં અંધાધૂંધ ફાયરિંગ, 10ના મોત અનેક ઘાયલ