રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ ખાતે પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી
અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ ખાતે આજે 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. દેશ અને ગુજરાત રાજ્યમાં પ્રજાસત્તાક દિનની હર્ષઉલ્લાસ સાથે આજે ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પાટિલે કમલમ ખાતે કર્યું ધ્વજવંદન : કહ્યું, દેશના લોકો લોકશાહી માટે સમર્પિત
રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ ખાતે આજે રિજનલ પાસપોર્ટ ઓફિસર(RPO) વરેન મિશ્રાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાસપોર્ટ ઓફિસના તમામ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની વધૂ મહિતી આપતા ઓફિસના કર્મચારી હરીશ માલાણી એ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન અંતર્ગત ક્લાસિકલ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઇસીસીઆર ના કલાકારો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિદેશી વિધ્યાર્થી દ્વારા પણ એક પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસ પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે : પ્રગતિ આહીરની વેદના
ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ અભિષેક, મનીષ, સોફિયા, સુનિલ અને અન્ય સ્ટાફના કર્મચારીઓ દ્વારા આજના આયોજનને સફળ બનાવાયું હતું અને પ્રજાસત્તાક દિવસની આનંદભેર ઉજવણી કરી હતી.