ટ્રેન્ડિંગનેશનલમીડિયા

76મો પ્રજાસત્તાક દિવસ/ કર્તવ્ય પથ પર પરેડમાં દેખાઈ ભારતની સંસ્કૃતિ, વિરાસત અને શાન; જુઓ વીડિયો

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2025 :  આજે ભારતે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. આ પ્રસંગે, આજે દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કર્તવ્ય માર્ગ પર પ્રજાસત્તાક દિવસની પરેડ થઈ. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો હતા. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સાંસદો, સશસ્ત્ર દળોની ત્રણેય પાંખના વડાઓ, દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓ અને 10,000 દર્શકો હાજર રહ્યા હતા. પરેડ સવારે બરાબર ૧૦:૩૦ વાગ્યે શરૂ થઈ અને ૯૦ મિનિટ સુધી ચાલી.

 

 

આ અવસર પર પીએમ મોદી ફરી એક વાર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસના અવસર પર ભૂરા રંગમાં બંધ ગોળ કોટ સાથે કેસરિયો સાફો લગાવ્યો હતો. તેમાં લાલ અને પીળા રંગનું સંયોજન દેખાઈ રહ્યું છે. પીએમ દર વખતે અલગ અલગ રંગના સાફામાં ગણતંત્ર દિવસ પર દેખાય છે.

આ અગાઉ પીએમ મોદીએ સૌથી પહેલા રાષ્ટ્રીય સ્મારક જઈને દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં વીર જવાન જ્યોતિ સામે સેના તરફથી બેન્ડ સાથે પુષ્પાંજલિ આપવામાં આવે છે.

દેશવાસીઓને આપી શુભકામનાઓ

આ અગાઉ પીએમ મોદીએ 76માં પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ કામના કરી અને આ રાષ્ટ્રીય ઉત્સવ સંવિધાનના મૂલ્યોને સંરક્ષિત કરવાની સાથે એક સશક્ત તથા સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વધારે મજબૂત કરે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ગણતંત્ર દિવસની અઢળક શુભેચ્છાઓ. આજે આપણે ગૌરવશાળી ગણતંત્રના 75મી વર્ષગાંઠ ઉજરી રહ્યા છીએ.

 

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભાજપની સુનામી, 11 પૈકી 10 નગરપાલિકા કબજે કરી, 1 અપક્ષના ફાળે ગઈ 

Back to top button