ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયાવર્લ્ડ

દેશ-દુનિયામાં એક જ દિવસમાં આગની 8થી વધુ ઘટનાઓઃ ઇતિહાસમાં પ્રથમ વખત પહેલી એપ્રિલ આટલી ગોઝારી બની

HD ન્યુઝ ડેસ્ક :    ઉનાળો આવતાની સાથે જ અનેક વિસ્તારોમાં આગની ઘટના સામે આવી રહી છે. આજે વિવિધ સ્થળોએ આગ લાગી હોવાના સમાચારો પ્રકાશમાં આવી રહ્યાં છે. આજે અલગ અલગ સમયે ડીશા, નોઈડાના એક ગામમાં, રાજકોટ, બિહાર, ગ્વાલિયર, હાથરસ, બરેલી અને જો દેશની બહારની વાત કરીએ તો મલેશિયામાં આગ લાગી હતી.


બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ડીસામાં ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં પ્રારંભિક અહેવાલ પ્રમાણે પાંચ કામદારોના મૃત્યુ થયા હતા.

જોકે, બપોર સુધીમાં મૃત્યુઆંક વધીને 18 થયો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


રાજકોટમાં સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નવા ગામમાં આવેલી જે.કે. કોટેજ કંપનીમાં આગ લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભીષણ આગને પગલે નાસભાગ સર્જાઈ છે. કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.


રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી હતી. અમદાવાદ હાઈવે ઉપર આવેલ કુવાડવા પાસેના રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં સાબુ અને શેમ્પુ બનાવતી એક ફેકટરીમાં આગનો બનાવ બન્યો હતો.

ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓએ પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ ઉપર 80% જેટલો કાબુ મેળવી લીધો હતો.


વડોદરાના વાઘોડિયાની બજારમાં આવેલા જનરલ સ્ટોરમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

પ્રાથમિક તપાસ પ્રમાણે આગ જાણી જોઈને લગાડવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનામાં જનરલ સ્ટોરમાં રાખવામાં આવેલા પાન મસાલા, બીડી, સિગારેટ તથા કરિયાણાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.


નોઈડાના સેક્ટર 18ના શોપિંગ કોમ્પ્લેક્સમાં મંગળવારે આગ લાગી હતી. આ આગ ક્રિષ્ના અપરા પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી. આગ લાગ્યા બાદ લોકોમાં ભય જોવા મળ્યો હતો

મળતી માહિતી મુજબ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર ફસાયેલા લોકોએ બચવા માટે કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો દોરડાનો ઉપયોગ કરીને ચોથા માળેથી નીચે ઉતરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી મંગલદીપ જીનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી . આગના કારણે  એક મજૂરને ધુમાડાની અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે લીંબડીની આર.આર. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગથી જીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


મલેશિયાના કુઆલાલંપુરની બહારની બાજુમાં મંગળવારે ગેસ પાઇપલાઇન ફાટવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે નજીકના ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.

મલેશિયામાં ગેસ દુર્ઘટનામાં 100થી વધુ લોકો દાઝી ગયા છે અને 49 ઘરોને નુકસાન થયું છે.

ઉત્તરપ્રદેશના રસુલપુરના એક ખેતરમાં પણ આગ ફાટી નીકળી. જુઓ વીડિયો

આ પણ વાંચો : શેર માર્કેટ ધડામ, રેડ ઝોનમાં ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી 800 પોઈન્ટથી વધુ ગગડ્યા

 

Back to top button