ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અતીક અહેમદના સગીર બાળકોની કસ્ટડી કેસ પર SCમાં રિપોર્ટ દાખલ, ‘બંને સારું અંગ્રેજી બોલે છે…’,

Text To Speech

માર્યા ગયેલા માફિયા અતીક અહેમદના સગીર બાળકોની કસ્ટડીના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા બાળ મામલાના નિષ્ણાત કેસી જ્યોર્જે સીલ બંધ રિપોર્ટ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષો (અરજીકર્તા અને યુપી સરકાર)ને રિપોર્ટ સોંપ્યો છે.

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને રિપોર્ટ રજૂ કરવા તેમજ જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી હવે આવતા મહિને 4 સપ્ટેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “બાળકો સારી શાળામાં ભણ્યા છે. તેઓ સારી અંગ્રેજી બોલે છે. બંને રાજ્યની બહાર જવા માંગે છે.”

અતીકના બે પુત્રો સુધારક ગૃહમાં

જણાવી દઈએ કે, અતીકના બંને સગીર પુત્રો હાલ પ્રયાગરાજના બાળ સુધાર ગૃહમાં છે. અતીકની બહેન શાહીન અહેમદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને અતીકની કસ્ટડીની માંગણી કરી હતી. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે શાહીનની અરજી ફગાવી દીધી હતી.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં વકીલ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષા ગાર્ડની હત્યા બાદ પોલીસે અતીકના બે સગીર પુત્રોને બાળ સંરક્ષણ ગૃહમાં રાખ્યા હતા. ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની આ વર્ષે એપ્રિલમાં પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં આવી હતી, જ્યારે અતીકની પત્ની શાઈસ્તા પરવીન ફરાર છે.

પોલીસ આ લોકોને શોધી રહી છે

ઉમેશ પાલ ગોળીબાર કેસમાં અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જ્યારે પોલીસ તપાસમાં બહેન આયેશા નૂરી અને અશરફની પત્ની ઝૈનબ ફાતિમાનું નામ સામે આવ્યું હતું. શાઈસ્તા પરવીન પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ તમામને શોધી રહી છે.

Back to top button