નેશનલ

રાજસ્થાનના મુખ્યમંત્રી વિરુદ્ધ કોર્ટમાં રિપોર્ટ દાખલ, જુઓ કોણે કર્યો માનહાનિનો કેસ દાખલ

Text To Speech

દિલ્હી પોલીસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરૂદ્ધ ગુનાહિત માનહાનિના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેને કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે 1 જૂને સુનાવણી થશે. રિપોર્ટના આધારે કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં ગેહલોતને સમન્સ જારી કરવું કે નહીં.

અશોક ગોહેલોત (-humdekhengenews

શું છે સમગ્ર મામલો?

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેમ કે અશોક ગેહલોતે તેમના પર સંજીવની કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે સાથે ગેહલોતે આ કૌભાંડમાં શેખાવતના માતા-પિતા, પત્ની અને વહુની સંડોવણી વિશે પણ વાત કરી હતી. ગેહલાતે કહ્યું હતું કે શેખાવતે કૌભાંડના પૈસા અન્ય દેશોમાં રોક્યા હતા. આ તમામ નિવેદનોને લઈને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતેએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર તેમના વિશે ભ્રામક નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : સુરતનાં લક્ષ્મી ડાયમંડના 500 કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા, જુઓ શું છે સમગ્ર મામલો?

Back to top button