ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસેનના નિધન અંગે વિરોધાભાસી અહેવાલો

Text To Speech

નવી દિલ્હી, 15 ડિસેમ્બર, 2024: સુપ્રસિદ્ધ તબલાવાદ ઝાકિર હુસેનનું આજે નિધન થયું હોવાનું જાહેર થયાના થોડા કલાક પછી આ બાબતે વિરોધાભાસી અહેવાલો મળી રહ્યા છે. ઝાકિરના પરિવાર તથા તેમને દાખલ કર્યા છે એ હોસ્પિટલ દ્વારા નિધનના સમાચારને સમર્થન નહીં મળતાં મોડી રાત્રે ગુંચવાડો ઊભો થયો હતો.

આ અગાઉ સમગ્ર ભારતમાં એવા સમાચાર ફેલાઈ ગયા હતા કે, સુપ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસેનનું (Zakir Hussain) આજે નિધન થયું છે. 73 વર્ષીય ઝાકીર હુસેને અમેરિકાની હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તેમની ત્યાં સારવાર ચાલી રહી હતી. તાજેતરમાં ઝાકિર હુસેનની તબિયત બગડી હતી અને તેમને અમેરિકાના સાનફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાકિર હુસેન બીમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી સુવિખ્યાત વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ જ આપી હતી.

ભારતના આ સુપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસેનનો જન્મ 1951ની ત્રીજી માર્ચે થયો હતો. તેમના પિતા ઉસ્તાદ અલ્લારખા ખાન તેમના સમયના સુપ્રસિદ્ધ તબલા વાદક હતા. ઝાકિરે તેમના પિતાની સાથે 11 વર્ષની ઉંમરે સંગીત સમારંભોમાં તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું.

ઝાકિર હુસેન દેશના ત્રણે સર્વોચ્ચ નાગરિક સન્માનથી વિભૂષિત હતા. તેમને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મ શ્રી, 2002માં પદ્મ ભૂષણ તથા 2023મનાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ભારતીય નાગરિક સન્માન ઉપરાંત ઝાકિર હુસેન પાંચ ગ્રેમી પુરસ્કાર જીત્યા હતા.

ઝાકિર હુસેને તબલાની સાથે એક્ટિંગના ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું હતું. તેમણે કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

ઝાકિર હુસૈન તબલા વાદક ઉપરાંત અભિનેતા પણ હતા અને પોતાના અભિનયથી પણ ઘણી સંપત્તિ કમાયા હતા. અહેવાલો અનુસાર તે લગભગ 10 લાખ ડૉલર એટલે કે 9 કરોડ રૂપિયાની નેટવર્થના માલિક હતા. હુસૈન તેમના એક કોન્સર્ટ માટે 5 થી 10 લાખ રૂપિયાનો ચાર્જ લેતા હતા. ઝાકિર હુસૈનને તેમના પહેલા જાહેર પરફોર્મન્સ માટે માત્ર 5 રૂપિયા મળ્યા હતા. અગાઉ કહ્યું તેમ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલાવાદક હતા. ઝાકિરને તબલા વગાડવાનું કૌશલ્ય પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેઓ પંડિત શિવ કુમાર પાસેથી સંગીત પણ શીખ્યા હતા. ઝાકિર હુસૈન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા. ઝાકિર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમને પહેલીવાર પરફોર્મ કરવાની તક મળી હતી. ઝાકિરનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટિરિયલ વર્લ્ડ’ વર્ષ 1973માં રિલીઝ થયું હતું. ઝાકિર 1997માં ફિલ્મ સાઝમાં શબાના આઝમી સાથે જોવા મળ્યા હતા. તેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ઝાકિર હુસૈનને પ્રિન્સટન યુનિવર્સિટીમાં હ્યુમેનિટીઝ કાઉન્સિલ દ્વારા ઓલ્ડ ડોમિનિયન ફેલો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ હતા.

આ પણ વાંચોઃ મલ્ટીપોલાર વિશ્વમાં વૈશ્વિક વિશ્વાસની ખોટ પુરવાની જવાબદારી વિશ્વબંધુ ભારત પરઃ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

Back to top button