ધર્મ

એક હજાર વર્ષ જુના પૌરાણિક ક્ષેમપ્રદા માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનું કરાયું ખાત મુહર્ત

Text To Speech

પાટણના સિદ્ધપુર ખાતે પચકવાડા ગામે ક્ષેમપ્રદા માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનું ખાત મુહર્ત વિક્રમ સંવત 2079 કારતક સુદ તેરસ એટલે કે 6 નવેમ્બર 2022 રવિવારના રોજ ખુબજ ભવ્ય રીતે કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહિયાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૌરાણિક મંદિર એક હજાર વર્ષ કરતા પણ જૂનું છે.

એક હજાર વર્ષ જુના પૌરાણિક ક્ષેમપ્રદા માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનું કરાયું ખાત મુહર્ત  - humdekhengenews

પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધારના ખાત મુહર્તના દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે શોભાયાત્રા, સંતો મહંતોના સામૈયા અને ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન શ્રી ક્ષેમપ્રદા માતાજી પરિવાર (પચકવાડા) અને વિશાલભાઈ પંડ્યા દવારા કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મહંત ઇન્દ્રભારતીજી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર (ભારતી આશ્રમ ઘાટવડ), પ.પૂ.1008 મહંત કનીરામ બાપુ (દુધરેજ), પ.પૂ. 1008 મહંત રામબાલકદાસજી બાપુ (દુધઈ), પ.પૂ.1008 મહંત જયરામગીરી બાપુ (વાળીનાથ, તરભ), મહંત પ્રભાતદાસ બાપુ (પીરાણા), મહંત બળદેવદાસજી બાપુ (ચવેલી), ભુવાજી ગમનભાઈ રાયભણભાઇ (સાંથલ) વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત ભવ્ય લોકડાયરામાં રાજભા ગઢવી, બિરજુ બારોટ, દેવાયત ખાવડ, હકાભા ગઢવી, નારણ ઠાકર, રાકેશ બારોટ, નીતિન બારોટ, વિક્રમ માલધારી અને રાજા ગઢવી જેવા કલાકારો એ ખુબજ જમાવટ કરી હતી.

આ પણ વાંચો :  ટિકિટ ફાળવણી પહેલાં પાંચ પાટીદારો સંસ્થાની બેઠક કેમ વધુ ચર્ચામાં આવી ?

આયોજક વિશાલભાઈ પંડ્યાએ જણાવ્યું કે સમગ્ર ગ્રામજનો સહીત ભકતોની આસ્થાનું પ્રતીક એવા ક્ષેમપ્રદા માતાજીના મંદિરના ભવ્ય જિર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજનમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌ ભક્તોને ભક્તિમાં કોઈ અડચણ ના પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ટૂંક સમયમાં આ મંદિરમાં કરવામાં આવશે.

Back to top button