હોળી પહેલા ઘરમાંથી દુર કરો આ અશુભ વસ્તુઓઃ નકારાત્મકતા દુર થશે
ફાગણ સુદ પુનમે દર વર્ષે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે 7 અને 8 માર્ચના રોજ હોળી-ધુળેટી મનાવાશે. જ્યોતિષોનું કહેવુ છે કે હોળી પહેલા ઘરમાં રાખેલી અશુભ વસ્તુઓને બહાર કરી દેવી જોઇએ. આ બધી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રભાવને વધારે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણમાં બાધારૂપ બને છે. તેથી હોળાષ્ટકમાં ઘરમાંથી આ વસ્તુઓ દુર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ.
ખરાબ કે બગડેલી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ
ઘણીવાર ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરાબ થયેલી પડી હોય છે. આપણે તેને આળસમાં ને આળસમાં ત્યાં જ રહેવા દઇએ છીએ. તમારા ઘરમાં જો નકામો ઇલેક્ટ્રોનિક સામાન હોય તો તેને ઘરમાંથી બહાર કાઢી દો નહીંતર તેને રિપેર કરાવી લો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થશે.
ખંડિત મુર્તિઓ
ઘરમાં તુટેલી ફુટેલી કે ખંડિત મુર્તિઓ રાખવી પણ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરના મંદિરમાં પણ આવી ખંડિત મુર્તિઓ હોય તો તેને તાત્કાલિક બહાર કરી દો. આવી મુર્તિઓ ઘરની બહાર ન ફેંકો તેને તળાવ કે નદીમાં પ્રવાહિત કરી દો અથવા કોઇ ઝાડની પાસે રાખી દો.
બંધ પડેલી ઘડિયાળ
હંમેશા લોકો ખરાબ કે બંધ પડેલી ઘડિયાળને સાચવીને ઘરમાં રાખી દે છે. તેવી ધડિયાળ વ્યક્તિનો ખરાબ સમય લઇને આવે છે. તેને ઘરમાં રાખવી શુભ ગણાતી નથી. તેને તાત્કાલિક ઘરમાંથી બહાર કાઢો. બંધ ઘડિયાળ નકારાત્મકતા લાવે છે.
તુટેલો અરીસો કે કાચ
ઘરમાં કાચનો તુટેલો કોઇ પણ સામાન ન રાખવો જોઇએ. જો બારી ના કાચ પણ તુટ્યા હોય તો તાત્કાલિક રીપેર કરાવો. ઘરમાં તુટેલો અરીસો પણ ન રાખો. તેનાથી વાસ્તુ દોષ લાગે છે અને માનસિક તણાવ વધે છે.
ફાટેલા કે જુના જુતા
હોળી પહેલા સફાઇ કરતી વખતે તમે જુના અને ફાટેલા જુતા-ચંપલને ઘરમાંથી બહાર કાઢી દેજો. ફાટેલા જુના જુતા અને ચંપલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે. તેનાથી ધનની કમી સર્જાય છે.
મુખ્ય દરવાજો
ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ-સુથરો રાખવો જોઇએ. એવું કહેવાય છે કે ઘરના મેઇન ગેટ સામે ગંદકી રાખવાથી અશુભતા આવે છે. હોળી પહેલા મેઇન ગેટને સાફ કરો. ધ્યાન રાખો હોળીમાં ત્યાં ગંદકી ન ફેલાય અને દરવાજામાં કોઇ પણ પ્રકારની તુટ ફુટ ન થયેલી હોય
ઘરમાં લાગેલા જાળા
હોળીના સ્વાગત માટે ઘરની સાફ સફાઇ દરેક લોકો કરતા હોય છે. આવા સંજોગોમાં એ પણ સુનિશ્વિત કરો કે ઘરમાં ક્યાંય પણ બાવા જાળા ન લાગેલા હોય. ઘરમાં લાગેલા જાળા દરિદ્રતાને વધારે છે. તેથી હોળીની સફાઇમાં તેને સાફ કરવાનું ન ભુલતા.
આ પણ વાંચોઃ ગોળના આ ઉપાય તમારી કિસ્મત બદલશેઃ પૈસાની તંગી હવે નહીં રહે