ટ્રેન્ડિંગધર્મ

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરો આ રીતેઃ 100 ટકા થશે ફાયદો

  • ઘરમાં દરેક વસ્તુ માટે એક નિર્ધારિત દિશા હોય છે
  • ઘરમાં કોઇ વસ્તુની દિશા યોગ્ય ન હોય તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
  • ઘરના દ્વાર પાસે પંચમુખી હનુમાનજીની મુર્તિ અવશ્ય રાખો

કોઇ પણ વસ્તુને રાખવા માટે અથવા કોઇ પણ વસ્તુનુ નિર્માણ કરાવવા માટે વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવાનુ જરૂરી માનવામાં આવ્યુ છે. આપણુ ઘર પંચતત્વમાંથી બનેલુ છે અને તમામ વસ્તુઓ માટે એક ઉચિત દિશા હોય છે. છતાં પણ ઘર બનાવતી વખતે અજાણતા કોઇક ભુલ તો થઇ જ જાય છે. તે કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

વાસ્તુમાં ઘરની નેગેટિવિટીને દુર કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવાયા છે. તેને અજમાવીને આપણે ઘરના વાસ્તુ દોષને દુર કરી શકીએ છીએ. તો આવો જાણીએ ઘરમાંથી નકારાત્મકતા અને વાસ્તુ દોષ દુર કરવાના અસરદાર ઉપાય.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

ઇશાન ખુણામાં કળશ

ઇશાન ખુણામાં આપણે કળશની સ્થાપના અવશ્ય કરવી જોઇએ. કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

મીઠાનો ઉપાય

વાસ્તુ અનુસાર મીઠુ ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચી લેવાનો ગુણ ધરાવે છે. પોતુ લગાવતી વખતે તેના પાણીમાં પણ સોલ્ટ ભેળવવુ જોઇએ. ગુરૂવારે આ ઉપાય ન કરવો જોઇએ. કાચના વાસણમાં મીઠુ મુકી રાખવાથી નેગેટિવિટી દુર થાય છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

પંચમુખી હનુમાનજીની મુર્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન ઘરમાં રાખવા અત્યંત શુભ છે. તે વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પુજા સ્થાન પર મુકવી જોઇએ. ઘરની તરફ નજર કરીને બેઠેલા હનુમાનજી પણ શુભ છે. જો તમારા ઘરનું પ્રવેશ દ્વાર દક્ષિણ દિશા તરફ હોય તો ઘરના પ્રવેશ દ્વાર પર પંચમુખી હનુમાનજીની તસવીર મુકો. તેના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય વાસ કરતી નથી.

કપૂરનો ઉપાય

ધરમાં કોઇ પણ જગ્યાએ નકારાત્મક ઉર્જા જેવુ લાગે તો થોડુ કપૂર ત્યાં રાખી દો. નેગેટિવિટી તરત ખતમ થઇ જશે. કપૂર ખતમ થઇ જાય તો ફરી ત્યાં થોડુ કપૂર રાખી દો. તેનાથી તમને લાભ મળશે અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

ઘડિયાળ આ દિશામાં લગાવો

વાસ્તુ અનુસાર ઘડિયાળ કોઇ દિશાને ઉર્જાવાન બનાવે છે. તેથી તમારા ઘરમાં જેટલી ઘડિયાળ હોય તે ચાલવી જોઇએ. બંધ ઘડિયાળ ઘરમાં ન રાખો. તે નાણાંકીય સ્થિતિમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. તમામ ઘડિયાળો ઉત્તર કે ઉત્તર પુર્વમાં લગાવવી જોઇએ.

 

તસવીરો આ દિશામાં લગાવો

લિવિંગ રૂમમાં પોતાના પરિવારની તસવીર લગાવવાથી સંબંધો મજબૂત બને છે અને સકારાત્મકતા આવે છે. આવી તસવીરો ઘરમાં સકારાત્મક ઉર્જાની નિશાની માનવામાં આવે છે. મહેમાનોને આ તસવીર દેખાવી જોઇએ. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

સુગંધિત અગરબત્તી સળગાવો

રૂમમાં તમામ પ્રકારની નેગેટિવ એનર્જીને દુર કરવા માટે તમે ધુપબત્તી કે અગરબત્તી પ્રગટાવી શકો છો. આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધશે અને તમને સારી ઉંઘ પણ આવશે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા અચુક અજમાવો આ ઉપાયઃ 100 ટકા થશે ફાયદો hum dekhenge news

ઘોડાની નાળ

વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો લીંબુ મરચાને ઘોડાની નાળ પર મૂકીને ઘરના દરવાજાની વચ્ચે લટકાવવામાં આવે તો ઘર હંમેશા નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહે છે. તેમજ ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકેલી રહે છે. લોકો વૈભવી જીવન જીવે છે.

આ પણ વાંચોઃ ભારતના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં ગુજરાત નંબર વન !

Back to top button