ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ચેક રિટર્નના કેસ માટે રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરુ

Text To Speech
  • જજોએ ઓનલાઇન અને વર્ચ્યુઅલી કેસોની સુનાવણી હાથ ધરવાની રહેશે
  • ચેક રિટર્નના કેસના પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવશે
  • પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ) શરુ

અમદાવાદમાં ચેક રિટર્નના કેસ માટે રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરુ થઇ છે. જેમાં પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવશે. સ્ટેટવાઇડ એક્સેસ ટુ રિમોટ એડજ્યુડીકેશન સિસ્ટમ(સારસ) પ્રોજેકટના ભાગરૂપે ગુજરાતના ન્યાયતંત્રમાં સૌપ્રથમવાર લાલ દરવાજા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની પાંચ નવી ઓનલાઇન કોર્ટ શરુ કરવામાં આવી છે.

પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ) શરુ

આ કોર્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલી રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ) શરુ થતાં હવે દેશના કોઈપણ ખૂણેથી ચેક રિટર્નના કેસનું ઓનલાઇન ફાઇલિંગ થઈ શકશે અને કોઈપણ જગ્યાએથી વકીલ કે પક્ષકારો તેમના કેસો વર્ચ્યુઅલી ચલાવી શકશે.

જજોએ ઓનલાઇન અને વર્ચ્યુઅલી કેસોની સુનાવણી હાથ ધરવાની રહેશે

ચેક રિટર્નના કેસોની આ નવી ઓનલાઇન કોર્ટમાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેર દ્વારા સંબંધિત કેસો ટ્રાન્સફર કરવામાં આવશે અને આ કોર્ટમાં નવનિયુક્ત જજોએ ઓનલાઇન અને વર્ચ્યુઅલી કેસોની સુનાવણી હાથ ધરવાની રહેશે. ચેક રિટર્નના આ ઓનલાઇન કેસો અને રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ માટે અમદાવાદના બે જજ ઉપરાંત, આણંદ, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લાના ન્યાયાધીશોને કાર્યભાર પણ સોંપી દેવાયો છે.

આ પણ વાંચો: ગુજરાતના નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં જાણો ઠંડીની આગાહી

Back to top button