ધાર્મિક પ્રથા પણ ગોપનીયતાના અધિકારનો એક ભાગ: HCનો અંગપ્રદક્ષિણા અંગે ઐતિહાસિક નિર્ણય
- ગોપનીયતાના અધિકારમાં કોઈની પસંદગી સામેલ હોય, તો તે વ્યક્તિના આધ્યાત્મિક વલણને પણ સમાવી શકે છે: હાઇકોર્ટ
તમિલનાડુ, 20 મે: મદ્રાસ હાઈકોર્ટે આજે સોમવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. અંગપ્રદક્ષિણા પરંપરાની ઉજવણી પર વર્ષોથી લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ દરમિયાન, કોર્ટે કહ્યું છે કે, જો ગોપનીયતાના અધિકાર(Right To Privacy)માં કોઈની પસંદગી સામેલ હોય, તો તે વ્યક્તિના આધ્યાત્મિક વલણને પણ સમાવી શકે છે. કોઈપણ વ્યક્તિને ધાર્મિક આચરણ કરવાનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ વ્યક્તિને પોતાની પસંદગી અનુસાર ધાર્મિક આચરણ કરવાની છૂટ આપવામાં આવશે જો તે કોઈના અધિકારો અને સ્વતંત્રતાઓને નુકસાન ન પહોંચાડે.
Right to privacy also includes person’s spiritual orientation: Madras High Court
Read more here: https://t.co/UQBWACL1lc pic.twitter.com/8zMnhVkQqU
— Bar and Bench (@barandbench) May 20, 2024
કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 19(1)(d) મુજબ, તમામ નાગરિકોને ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે અવરજવર કરવાનો અધિકાર છે. આ અધિકાર માત્ર બંધારણની કલમ 19(5) હેઠળ સમાવિષ્ટ વાજબી પ્રતિબંધોને આધીન છે. ફરવાનો આ અધિકાર માત્ર ચાલવા અથવા વાહનવ્યવહાર પૂરતો જ મર્યાદિત ન હોઈ શકે પણ તેમાં ‘અંગપ્રદક્ષિણા’નો પણ સમાવેશ થાય છે.
પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો હતો?
2015માં, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચે આ પ્રથાની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટ પાસે કોઈપણની ધાર્મિક પ્રથાઓ અને રિવાજોમાં દખલ કરવાની સત્તા છે. કોર્ટ ધર્મના નામે કોઈ એવા રિવાજો અને ધાર્મિક વિધિઓ ઉજવવાની મંજૂરી આપી શકે નહીં જેનાથી કોઈપણ માનવીનું અપમાન થાય.
અંગપ્રદક્ષિણા પ્રથા શું છે?
અંગપ્રદક્ષિણામ વિધિમાં, અન્ય સમુદાયના લોકો બ્રાહ્મણો દ્વારા ઉપયોગમાં લેવાયેલા કેળાના પાંદડા પર આળોટે(સુવે) છે. આ પ્રથામાં કોઈપણ સમુદાયના ભક્તો સાદા પાંદડા પર આળોટવાની(સુવાની) વિધિનું પાલન કરે છે જેના પર અન્ય લોકોએ ભોજન લીધું હોય. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભક્તો, ભલે તેઓ કોઈપણ સમુદાયના હોય, અંગપ્રદક્ષિણા વિધિમાં ભાગ લે છે. આ પ્રથા સાંપ્રદાયિક સૌહાર્દ અને સામાજિક એકતા તરફ નિર્દેશ કરે છે.
શું છે સમગ્ર મામલો?
અરજદાર પી. નવીન કુમારે નેરુરમાં સંતના જીવન સમાધિ દિવસે ‘અંગપ્રદક્ષિણા’ વિધિ કરવા માટે હાઈકોર્ટ પાસે પરવાનગી માંગી હતી. અરજદારે ધાર્મિક સેવા કરવાનો સંકલ્પ લીધો હતો અને સત્તાવાળાઓને પત્ર લખીને પરવાનગી માંગી હતી. 2015માં ધાર્મિક વિધિનું પ્રદર્શન બંધ થઈ ગયું હોવાથી અધિકારીઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આ પછી અરજી દાખલ કરવામાં આવી હતી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટની આ સુનાવણી દરમિયાન અધિકારીઓએ બેંચને કહ્યું હતું કે, 2015થી હાઈકોર્ટના આદેશને કારણે તેઓ આ મામલે કોઈ કાર્યવાહી કરી શક્યા નથી. અગાઉના આદેશમાં, અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જમ્યા પછી બાકી રહેલા કેળાના પાંદડા પર કોઈને આળોટવા(સુવા) ન દે.