ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં રાહત: બેંગલુરુની વિશેષ અદાલતે આપ્યા જામીન

Text To Speech
  • રાહુલ ગાંધી આ કેસ પર બેંગલુરુ કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા 

બેંગલુરુ, 7 જૂન: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતમાંથી આજે શુક્રવારે રાહત મળી છે. વિશેષ અદાલત દ્વારા રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે. ભાજપની કર્ણાટક શાખા દ્વારા મુખ્ય અખબારોમાં ‘અપમાનજનક’ જાહેરાતો પ્રકાશિત કરવાના કેસની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે ડી.કે. સુરેશની સુરક્ષા પર રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે.

 

શું છે સમગ્ર મામલો?

ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આપવામાં આવેલી જાહેરાતમાં રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર 2019-2023 દરમિયાન તેમના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે ભાજપ દ્વારા આ જાહેરાતોને પક્ષ માટે અપમાનજનક ગણાવીને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની આજે શુક્રવારે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી બેંગલુરુ કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટે રાહુલ ગાંધીને હાજર થવા આપ્યો હતો આદેશ

ઉલ્લેખનીય છે કે,જસ્ટિસ કે.એન. શિવકુમારે રાહુલ ગાંધીને 7 જૂનના રોજ કોર્ટમાં કોઈપણ જાતની ખામી વિના હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC), CM સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: કંગના રનૌત પર સંજય રાઉતે કહ્યું: કેટલાક લોકો મત આપે છે તો કેટલાક થપ્પડ

Back to top button