અમદાવાદગુજરાતનેશનલ

PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજયસિંહને રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર સ્ટે આપ્યો

Text To Speech

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2024, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલ ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલે ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા હતાં
આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમની ઉપર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારથી બંને નેતાઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. યુનિવર્સિટીએ બંને પર આરોપ લગાવ્યો છે કે તેમના નિવેદનોને પગલે વિશ્વમાં યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે. મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા ન હતા.

સુપ્રીમ કોર્ટે બંને નેતાઓને મોટી રાહત આપી
કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેજરીવાલે માંગ કરી હતી કે, જ્યાં સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ રિટ પિટિશન પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય બાદ નીચલી કોર્ટમાં શરૂ થયેલી માનહાનિના કેસની સુનાવણી અટકાવવી જોઈએ. હાલમાં સુપ્રીમ કોર્ટે બંને નેતાઓને મોટી રાહત આપી છે. બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટમાં ગત સુનાવણી વખતે અભિષેક મનુ સિંઘવી હાજર ન હોવાને કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃઆમ આદમી પાર્ટી દ્વારા સુંદરકાંડ કાર્યક્રમ શરૂઃ ઓવૈસીએ માર્યો ટોણો

Back to top button