ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈમરાન અને બુશરા બીબીને રાહતઃ તોશાખાના કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે સજા રદ કરી

Text To Speech

ઇસ્લામાબાદ (પાકિસ્તાન), 01 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સોમવારે મોટી રાહત મળી છે. પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની જેલની સજાને રદ કરી દીધી છે. મહત્ત્વનું છે કે, પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના થોડા દિવસો પહેલા 31 જાન્યુઆરીએ ઇસ્લામાબાદ એકાઉન્ટેબિલિટી કોર્ટે આ કેસમાં બંનેને સજા સંભળાવી હતી.

તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં આ આરોપ લાગ્યા હતા

ઇસ્લામાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આમેર ફારુકે જણાવ્યું કે, સજા વિરુદ્ધ અપીલની સુનાવણી ઈદની રજા બાદ નક્કી કરવામાં આવશે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 71 વર્ષીય ઈમરાન ખાન પર પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલી મોંઘીદાટ સરકારી ભેટો રાખવાનો આરોપ છે. તોશાખાનાના નિયમો હેઠળ, સરકારી અધિકારીઓ કિંમત ચૂકવ્યા પછી ભેટો રાખી શકે છે પરંતુ ભેટ પ્રથમ જમા કરાવવી આવશ્યક છે. ઈમરાન ખાન અને તેમની પત્ની કાં તો ભેટ જમા કરાવવામાં નિષ્ફળ ગયા અથવા કથિત રીતે તેમની સત્તાનો ઉપયોગ કરીને તેને ઓછી કિંમતે મેળવી લીધી.

ઇમરાન ખાન અને તેમની પત્નીને 108 ભેટ મળી હતી

ઇસ્લામાબાદની રાષ્ટ્રીય જવાબદારી બ્યુરોએ ઈમરાન અને બુશરા બીબીને દોષિત ઠેરવ્યા હતા. એવો આક્ષેપ હતો કે પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન, તેમને અને તેમની પત્નીએ વિવિધ રાજ્યના વડાઓ અને વિદેશી મહાનુભાવો પાસેથી 108 ભેટો મેળવી હતી. ઇમરાન ખાન અને તેમની પત્ની 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર અયોગ્ય ઠેરવ્યા અને બંનેને 787 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ અલગથી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે, ઇસ્લામાબાદ હાઇકોર્ટ મુજબ, સજા સામેની અપીલ પર સુનાવણી ઈદની રજાઓ પછી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: શાહબાઝ શરીફને બાઈડેનનો પત્ર, પાકિસ્તાનના પીએમને લખેલો પહેલો પત્ર

Back to top button