ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં પાણી મુદ્દે હાશકારો,30 જળાશયો 100 ટકાથી વધુ તો 43 જળાશયોમાં છે આટલું પાણી…

Text To Speech

હાલમાં જે રીતે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી હાશકારો મળી શકે છે. સારા વરસાદના પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા. 20 જુલાઈ 2022 સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,84,619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,19,839 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Back to top button