ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

મોંઘવારીના મોરચે રાહત : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો

Text To Speech
  • 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો
  • રાજધાની દિલ્હીમાં નવો ભાવ 1646 રૂપિયા થયો
  • ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહિ

નવી દિલ્હી : સતત વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જેને પગલે રાજધાની દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1676ના બદલે 1646 રૂપિયામાં મળશે.

જુઓ અન્ય શહેરોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ

કલકત્તામાં કોમર્શિયલ સિલિન્ડર હવે 1756 રૂપિયામાં મળશે પહેલાં તેનો ભાવ 1787 રૂપિયા હતો. મુંબઇમાં સિલિન્ડરનો જૂનો ભાવ 1629 રૂપિયા હતો જે હવે 1598 રૂપિયા થઇ ગયો છે. ઉપરાંત ચેન્નઇમાં સિલિન્ડર 1809.50 રૂપિયામાં મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ, 6 ઘાયલ

ઘરેલુ સિલિન્ડરની કિંમત યથાવત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 14.2 KG વાળા ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં સિલિન્ડરની કિંમત રૂપિયા 803 અને મુંબઇમાં રૂપિયા 802.50 નો છે. આ સિલિન્ડરમાં છેલ્લે 9 માર્ચ 2024 ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો અને ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Back to top button