હાલ રાજ્યના અનેક જગ્યાએ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. કાતિલ ઠંડી પડતા લોકોને બહાર નિકળવુ પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થીઓની હીતને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. અને શાળાઓના સમયમાં 1 કલાકની છૂટછાટ આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીનો મહત્વનો નિર્ણય
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કાતિલ ઠંડીને કારણે શાળાઓમાં સમયમાં એક કલાકની છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામા છેલ્લા કેટલાક દિવસથી વધી રહેલા ઠંડીના ચમકારનો જોતા જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલાએ સવારની શાળાઓમાં 1 કલાક સમય મોડો કરવા માટે નિર્ણય કર્યો છે. જિલ્લાની તમામ શાળાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે. જેથી હવે વિદ્યાર્થીઓને હાડ થીજવતી ઠંડીમાં સવારે વહેલા ઉઠવાની ફરજ નહી પડે. રાજકોટની શાળાના સમયમાં ફેરફાર કરવા છૂટ આપવામાં આવતા વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં વહેલા ઉઠવાથી રાહત મળશે.
હવામાનની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે પહોંચ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીને લઇ હવમાન વિભાગની મોટી આગાહી કરી છે. જેમાં હજુ 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તંત્રએ લીધો મોટો નિર્ણય, અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં નહિ પી શકો ચા