ગુજરાત

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ખાદ્ય તેલના ભાવમાં થયો આટલો ઘટાડો

Text To Speech
  • રાજ્યમાં મોંધવારી વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
  • ખાદ્ય તેલના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો
  • સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટોડો

વધતી જતી મોંઘવારીની વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા હતો.જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું ત્યારે આજે ખાદ્ય તેલના ભવમાં ઘટોડો થતા ગૃહિણીઓને રાહત મળશે.

ખાદ્યતેલના ભાવમાં ઘટાડો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો હતો.જેના કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે ઘણા સમયથી વધી રહેલા ભાવ વચ્ચે અંતે બ્રેક લાગી છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય માણસને રાહત મળશે.

તેલના ભાવ-humdekhengenews

જાણો કેટલા ભાવ ઘટ્યા

રાજ્યમાં સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટોડો થયો છે. જેમાં સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં ડબ્બે રુપિયા 130 જેટલો ઘટાડો થયો છે. જે બાદ નવો ભાવ 2810થી 2860 રુપિયા થયો છે.અગાઉ સિંગતેલના રેકોર્ડ બ્રેક ભાવ 2940 થી 2990 સુધી પહોંચ્યા હતા. જો કપાસિયા અને પામોલિન તેલ તેલની વાત કરવામા આવે તો કપાસિયા તેલમાં ડબ્બે 90 રુપિયાનો જ્યારે પામોલિન તેલમાં 50 રુપિયાનો ઘટાડો થયો હતો. આમ આ ઘટાડા બાદ કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1750 રુપિયા અને પામોલિન તેલના ડબ્બાનો ભાવ 1505થી 1510 રુપિયા થયો છે.

સિંગતેલના ભાવમાં થયો હતો તોતિંગ વધારો

ઉલ્લેખનીય છે કે , 17 દિવસ પહેલા રાજ્યમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940-2990 સુધી પહોંચ્યો હતો. જેથી કેટલાક લોકોએ ઘરેલુ વપરાશમાં કપાસિયાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. સીંગતેલની લેવાલી નહીં હોવાના કારણે આ ભાવ વધ્યા હતા.

  આ પણ વાંચો : કોરોનાથી થોડો હાશકારો ! દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા

Back to top button