ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની

Text To Speech
  • ધરોઈ ડેમમાં 96.65 ટકા પાણી સંગ્રહિત થયુ
  • હજુ 2,156 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે
  • જળાશયમાં હાલમાં પાણીનું લેવલ 621.15 ફૂટે

ખેડૂતો માટે રાહતના સમચાર સામે આવ્યા છે. જેમાં ઉ.ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની છે. તેમાં ધરોઈ ડેમમાં 96.65 ટકા પાણી સંગ્રહિત થયુ છે. તથા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમની મહત્તમ સપાટીથી માત્ર 0.85 ફૂટ જ ખાલી છે. મહત્તમ 622 ફૂટની સપાટી સામે લેવલ 621.15 ફૂટે પહોંચ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી 

ઝરણાં મારફત 2,156 ક્યૂસેક પાણીની આવક થઇ

ઝરણાં મારફત 2,156 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ઉ.ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજના જળસમૃધ્ધ બની છે. ક્ષમતાની સાપેક્ષમાં ધરોઈ ડેમમાં 96.65 ટકા જળ પુરવઠો એકત્રિત થયો છે અને જળાશયની મહત્તમ સપાટી 622 ફૂટ સામે હાલમાં પાણીનું લેવલ 621.15 ફૂટે પહોંચ્યું છે. નિષ્કર્ષ સાફ છે, ઉપરવાસમાંથી થતી પાણીની આવક અને હેઠવાસમાં છોડવામાં આવતા પાણીનું મોનિટરીંગ કરવામાં ધરોઈ ડેમ સાઈટનું ઈજનેરી તંત્ર સફળ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટીથી માત્ર 0.85 ફૂટ જ ખાલી છે. જળાશયમાં ઝરણાં મારફત ઉપરવાસમાંથી થતી 2156 ક્યુસેક પાણીની આવક સામે આ બધુ જ પાણી સાબરમતી અને કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

હજુ 2,156 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે

ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જળાશયમાં સમાવવા પાત્ર પાણીના ગ્રોસ જથ્થા 813.14 મિલિયન ઘનમીટર સામે હાલમાં 785.92 મિલિયન ઘનમીટર પાણી એક્ત્રિત થયું છે અને જથ્થો 96.65 ટકા એકત્રિત થતાં ધરોઈ ડેમને હાઈ એલર્ટ ઉપર મુકવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે, મહેસાણા જિલ્લામાં મોસમના કુલ વરસાદની સાપેક્ષમાં 91.81 ટકા નોંધાયો છે. વિજાપુર તાલુકામાં 118.15 ટકા અને વિસનગર તાલુકામાં 114.65 ટકા વરસાદ નોંધાયો છે. જયારે મોસમના કુલ વરસાદના પ્રમાણમાં ઊંઝા તાલુકામાં માત્ર 61.33 ટકા અને ખેરાળુમાં 73.01 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ, નિષ્કર્ષ સાફ છે કે ધરોઈ ડેમ જળ સમૃધ્ધ બની ગયો છે. હજુ 2,156 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે.

Back to top button