ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

CUET-UG, NET પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર, સ્કોરિંગ પ્રક્રિયામાં થયું પરિવર્તન, જાણો અહીં

  • યુજીસીએ જાહેર કર્યું છે કે આ વર્ષે CUET-UG, NET માટેના સ્કોર્સનું કોઈ સામાન્યકરણ નથી. આનો મતલબ શું થયો?

નવી દિલ્હી, 22 એપ્રિલઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે સોમવારે જાહેરાત કરી હતી કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-યુજી (CUET-UG) અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) માટેના સ્કોર્સના સામાન્યીકરણ અર્થાત જનરાઈઝેશનની પ્રક્રિયા આ વર્ષથી દૂર કરવામાં આવી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા યુજીસીના અધ્યક્ષે કહ્યું હતું કે, “આ વર્ષે સ્કોર્સનું જનરલાઈઝેશન અર્થાત સામાન્યીકરણ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે બંને પરીક્ષાઓ એક વિષય માટે એક જ શિફ્ટમાં લેવામાં આવશે.” સૌ જાણે છે કે વિદ્યાર્થીઓ સ્કોર્સના સામાન્યીકરણ અંગે હંમેશાં ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે કારણ કે આ પ્રક્રિયા પરીક્ષામાં તેમના પ્રદર્શનને “અયોગ્ય રીતે” અસર કરી રહી હતી અર્થાત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નુકસાન થવાની અને સામે નબળા વિદ્યાર્થીઓને લાભ થવાની શક્યતા રહેતી હતી.

નોર્મલાઇઝેશન કે જનરલાઈઝેશન એ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ ઉમેદવારના સ્કોરને એ રીતે સુધારવા માટે થાય છે જેથી તે વિવિધ ટેસ્ટ સત્રોના સ્કોર સાથે સમાન સ્તરે લાવી શકાય. અત્યાર સુધી આ પ્રક્રિયા જરૂરી હતી કેમ કે એક જ વિષયની પરીક્ષા એક કરતાં વધુ દિવસો સુધી અને પ્રશ્નોના જુદા જુદા સેટ સાથેના સત્રોમાં લેવામાં આવે છે. તમામ ઉમેદવારો માટે સમાન તક મળી રહે તે માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવતી હતી, પણ હવેથી પ્રક્રિયા બદલવામાં આવી છે.

જગદીશ કુમારે જણાવ્યું કે, “અગાઉ, અમારે વિદ્યાર્થીઓને શક્ય તેટલું પ્રથમ પસંદગીનું કેન્દ્ર પૂરું પાડવાના અમારા પ્રયાસમાં એક જ પેપર માટે બે-ત્રણ દિવસ માટે પરીક્ષા લેવાની હતી. પરંતુ આ વર્ષે, OMR મોડ અપનાવવામાં આવ્યો છે જેમાં શાળાઓ અને કૉલેજોમાં મોટી સંખ્યામાં કેન્દ્રો ઉપલબ્ધ રહેશે, જેનાથી યુજીસી એક જ દિવસે સમગ્ર દેશમાં પરીક્ષા લઈ શકીએ.

યુજીસીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, “જો એક જ પેપર માટે એકથી વધુ દિવસોમાં ટેસ્ટ લેવામાં આવે છે, તો સામાન્યીકરણ-જનરલાઈઝેશન જરૂરી હતું અને તે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.” અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પીએચડી પ્રોગ્રામ્સમાં મંજૂરી આપવા વિશે બોલતા, યુજીસીના અધ્યક્ષે જણાવ્યું હતું કે “એનઈપી 2020નો એક ઉદ્દેશ્ય યુનિવર્સિટીઓની સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. જ્યારે અમે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ આપીએ છીએ ત્યારે ઘણા યુવાનો ખૂબ જ નાની ઉંમરે સંશોધનમાં પ્રવેશશે. અમારું માનવું છે કે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પીએચડી કરવાની પરવાનગી આપવાથી તેમના માટે ઘણી તકો ખુલશે, તેને ધ્યાનમાં રાખીને, UGC એ અંડરગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને UGC નેટ લખવા, JRF માટે લાયક બનવા અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે”.

CUET-UG 2024નો પરીક્ષા કાર્યક્રમ
હજુ ગઈકાલે રવિવારે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – અંડર ગ્રેજ્યુએટ 2024 (CUET UG) 2024 માટે પરીક્ષા શેડ્યૂલ અને ડેટ શીટની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, CUET UG 2024 ની પરીક્ષાઓ 15 થી 24 મેની વચ્ચે લેવામાં આવશે. આ વર્ષે લગભગ 13.48 લાખ ઉમેદવારો CUT UG 2024 ની પરીક્ષા આપશે. CUET-UG પરીક્ષાઓ 2024 15 વિષયો માટે પેન-અને-પેપર મોડમાં લેવામાં આવશે, જ્યારે 48 વિષયો ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. તેવી જ રીતે, UGC-NET, જે અગાઉ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવી હતી, તે 16 જૂને પેન-અને-પેપર મોડમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ બીજા તબક્કામાં મતદાનની આડે ગરમીનું જોખમ ન આવે તે માટે ચૂંટણી પંચે કરી ટાસ્કફોર્સની રચના

Back to top button