હાલમાં ઠંડીની સિઝન શરૂ થઈ રહી છે સાથે જ લીલા શાકભાજીની પણ સિઝન શરૂ થઈ રહી છે. શિયાળામાં લીલા શાકભાજીની માંગની સાથે તેની ઉત્પાદન પણ વધતી જોવા મળતી હોય છે. જેના કારણે તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ વખતે શિયાળાની શરૂઆત થતાં જ ભાવમાં 60 થી 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શિયાળાની ઋતુ શરૂથતાની જ સાથે જ શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ફ્લાવર 35 રૂપિયા કિલો હતું જે 15થી 20 રૂપિયા કિલોએ મળી રહ્યું છે. ટામેટાં 40 રૂપિયે કિલો હતાં જે 10થી 15 રૂપિયે કિલો મળી રહ્યાં છે. તેમજ શાકભાજીની આવકમાં વધારો થવાના કારણે પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : રાજકીય ગરમાવો : મનસુખ વસાવાએ કર્યા છોટુ વસાવાના વખાણ
ઓક્ટોબર મહિનામાં વરસાદની સ્થિતિ અને કેટલાંક ભાગોમાં ગરમીની સ્થિતિના કારણે કાંદાની આવક 250 ટન હતી. જે નવેમ્બર મહિનામાં ઘટીને 230થી 240 ટન થઈ ગઈ છે, જેના કારણે ભાવ 15થી 17 રૂપિયાનો ઘટાડો થયો છે. તો દૂધીના 6થી 10 રૂપિયા થઈ ગયા છે.
શાકભાજીની કિંમત ઘટી
શાકભાજીના સ્થાનિક જથ્થા બંધ વેપારીઓના અનુસાર, સમગ્ર દેશમાં શિયાળાની સિઝનમાં શાકભાજીનું ઉત્પાદન વધે છે અને બીજી તરફ ખપત પણ વધારે હોય છે. હાલ શાકભાજીની આવક ડબલ કરતાં પણ વધારે થઈ ગઈ છે. શાકભાજીની આવક વધારે હોવાને કારણે મોટા ભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેનાથી સામાન્ય જનતાને રાહત મળી રહેશે.