નેશનલ

ભારતમાં કોરોનાના કેસોમાં બે મહિના બાદ રાહત, જાણો સક્રિય કેસનો આંકડો

Text To Speech
  • બે મહિનાથી વધુ સમય બાદ આજે સક્રિય કેસોમાં ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ ઘટીને 65,683 થઈ ગયા

ભારતમાં બે મહિનાથી વધુ સમય બાદ આજે સક્રિય કેસોમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે દરરોજ કોરોનાના નવા કેસનો ગ્રાફ બદલાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ સોમવારે સાત હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સક્રિય કેસ ઘટીને 65,683 થઈ ગયા છે.

ભારતમાં 24 કલાકમાં 7,178 નવા કેસ

સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર રવિવારે દેશમાં કોવિડના 10,112 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા 67,806 હતી. જોકે, સોમવારે છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, લગભગ 69 દિવસ એટલે કે લગભગ બે મહિના પછી, સક્રિય દર્દીઓની સંખ્યા 65,683 નોંધાઈ છે.

India corona
India corona

સોમવારે કોરોનાથી 16 લોકોના મોત થયા

સરકારી આંકડા મુજબ સોમવારે 16 લોકોના મોત થયા હતા. જેથી મૃત્યુઆંક વધીને 5,31,345 થયો છે. તમને જણાવી દઈએ કે, કોરોના કેરળને સૌથી વધુ અસર કરી રહ્યો છે. કેરળમાં આઠ મોત થયા છે. ત્યારે રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,43,01,865 લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ જીતી છે. આ સાથે મૃત્યુ દર 1.18 ટકા હતો.

220 કરોડ રસી આપવામાં આવી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો , નોંધાઈ શકે છે વધુ એક ફરિયાદ

Back to top button