ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સદગુરુના ઈશા ફાઉન્ડેશનને SCમાંથી રાહત, છોકરીઓને બળજબરીથી રાખવાનો કેસ બંધ

Text To Speech
  • છોકરીઓ પુખ્ત વયની છે, આશ્રમમાં સ્વેચ્છાએ અને કોઈપણ દબાણ વગર રહે છે: સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી, 18 ઓકટોબર: સુપ્રીમ કોર્ટે સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન સામે બે છોકરીઓને બંધક બનાવવાનો કેસ આજે શુક્રવારે બંધ કરી દીધો છે. એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, તેની બે દીકરીઓને કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન પરિસરમાં બંધક બનાવવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, બંને મહિલાઓ પુખ્ત વયની છે. બંનેએ કહ્યું છે કે, તેઓ આશ્રમમાં સ્વેચ્છાએ અને કોઈપણ દબાણ વગર રહે છે.

 

પિતાએ બ્રેઈન વોશિંગનો લગાવ્યો હતો આરોપ

સેવાનિવૃત્ત પ્રોફેસર એસ. કામરાજે મદ્રાસ હાઈકોર્ટમાં ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે, તેની બે પુત્રીઓનું બ્રેઈનવોશ કરીને આશ્રમમાં રાખવામાં આવી હતી. મોટી દીકરી ગીતાની ઉંમર 42 અને નાની દીકરી લતાની ઉંમર 39 વર્ષની છે. આ પછી, 30 સપ્ટેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ પોલીસને ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ અપરાધિક મામલાઓમાં તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો.

હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

હાઈકોર્ટના આદેશ બાદ લગભગ 150 પોલીસ કર્મચારીઓ ઈશા ફાઉન્ડેશન ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. ઈશા ફાઉન્ડેશને આરોપો પર કહ્યું કે, “બંને યુવતીઓ આશ્રમમાં સ્વેચ્છાએ રહે છે.” ઈશા ફાઉન્ડેશને હાઈકોર્ટના આદેશ સામે દેશની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ફાઉન્ડેશન સામે પોલીસ તપાસ પર રોક લગાવી દીધી હતી. ગત સુનાવણીમાં એક યુવતીએ સ્વીકાર્યું હતું કે, તે સ્વેચ્છાએ આશ્રમમાં રહેતી હતી. તેણે તેના પિતા પર આઠ વર્ષથી હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ પણ જૂઓ: ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમની મુશ્કેલીઓ વધી, સુપ્રીમ કોર્ટે તપાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

Back to top button