ગુજરાતમાં ગરમીથી મળી રાહત, જાણો તાપમાન વધવાની શું છે હવામાન વિભાગની આગાહી
- રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે
- કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે
- વરસાદની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં ગરમીથી રાહત મળી છે. જેમાં અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગરમાં 38.2 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. સૌથી વધુ તાપમાન 40.1 ડિગ્રી વલ્લભવિદ્યાનગરમાં નોંધાયું છે.
કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે
ઉલ્લેખનીય છે કે ડીસા 36.3 ડિગ્રી તથા વડોદરા 37.0 ડિગ્રી તેમજ સુરત 37.5 ડિગ્રી તથા વલસાડ 38.4 ડિગ્રી, દમણ 34.6 ડિગ્રી, ભુજ 36.0 ડિગ્રી, કંડલા 36.3 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ ભાવનગર 38.2 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે.
રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે
રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે. મહુવામાં 39.0 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી તથા અમદાવાદમાં 37.7 ડિગ્રી, ગાંધીનગરમાં 37.0 ડિગ્રી તાપમાન છે. હવામાન વિભાગ દ્વારા હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તપામાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન ફરી એકવાર ઊંચું જવાની સંભવાનાઓ પણ વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન સૂકું રહેવાની અને વરસાદની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે.