ગુજરાતટોપ ન્યૂઝ

વિદ્યાર્થીઓને રાહત: હોલ ટિકિટ ભૂલી જશે તો પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

Text To Speech

ધો.10-12ની ફી બાકી હોય તો પણ સ્કૂલો હોલ ટિકિટ અટકાવી શકશે નહી. તેમજ હોલ ટિકિટ ભૂલી જશે તો પણ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તમામ સ્કૂલોને હોલ ટિકિટનો એક સેટ ઝેરોક્ષ કરી મૂકી રાખવા DEOની સૂચના છે. તેમાં છેલ્લી ઘડીએ ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને પણ પરીક્ષા આપવા દેવાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ATM સેન્ટરમાં ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા

સ્કૂલો વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી શકશે નહી

ધોરણ.10 અને 12ની ફી બાકી હોય તો પણ સ્કૂલો વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી શકશે નહી.આમ, તો વાલીઓએ વર્ષ પુર્ણ થયું હોય ત્યારે સ્કૂલની ફી ભરી દેવાની હોય છે. પરંતુ કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તેવા કિસ્સામાં સ્કૂલ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની હોલ ટિકીટ અટકાવી શકશે નહીં. જો કોઈ સ્કૂલ આ રીતે હોલ ટિકિટ અટકાવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે તેવું અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓએ યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

વિદ્યાર્થીની હોલ ટિકીટ વોટ્સએપ પર મંગાવી લેશે

વધુમા જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થી હોલ ટિકિટ ભુલી જશે તો પણ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરી છે. જેમાં દરેક સ્કૂલોને હોલ ટિકીટનો એક સેટ રાખવાની સુચના અપાઈ છે. જો, પરીક્ષાના દિવસે વિદ્યાર્થી હોલ ટિકીટ ભુલી જાય તો કેન્દ્ર નિયામક જે તે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી તે વિદ્યાર્થીની હોલ ટિકીટ વોટ્સએપ પર મંગાવી લેશે અને તેના આધારે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાશે.

છેલ્લી ઘડીએ ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને પણ પરીક્ષા આપવા દેવાશે

બોર્ડની પરીક્ષા વખતે કોઈ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હોય અને પરીક્ષા આપવા માંગતો હોય તો તેને પણ પરીક્ષા આપવા દેવાશે. નિયમ મુજબ આવા વિદ્યાર્થીઓને મેડિકલ ઓફીસરનું સર્ટિફીકેટ આપવાનું હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થી આ પ્રોસેસ કરવા રહે તો પરીક્ષા આપી ન શકે. જેથી આવા વિદ્યાર્થીઓ સીધા જ કેન્દ્ર પર પહોંચી જાય અને ત્યાં જઈ સામાન્ય ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે.

Back to top button