રિલાયન્સ રિટેલની મોટી ડીલ, ગુજરાતની સૌથી જાણીતી અને 100 વર્ષ જૂની બ્રાન્ડમાં હિસ્સો ખરીદશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ વધુ એક મોટી ડિલ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ કંપનીએ જાહેર કર્યું છે કે તે 100 વર્ષ જૂની કંપની સોસિયો હઝુરી બેવરેજિસમાં 50% હિસ્સો ખરીદશે.
રિલાયન્સ રિટેલ SHBPLમાં 50 ટકા હિસ્સો ખરીદશે
રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) હવે સોસિયો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ (SHBPL) સાથે એક મોટી ડીલ કરવા જઈ રહી છે. RCPL હવે સોસિયો હઝુરી બેવરેજિસમાં 50% હિસ્સો ખરીદશે તેવું તેને જાહેર કર્યું છે. હઝુરી પરિવાર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) તેના 50 ટકા હિસ્સો આપશે તેમજ SHBPL માં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રાખશે. RRVL આ બાબતે નિવેદન આપતા જણાવ્યું હતુ કે “આ સંયુક્ત સાહસ સાથે, રિલાયન્સ બેવરેજ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. RCPL એ FMCG યુનિટ છે અને દેશની અગ્રણી રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ની પેટાકંપની છે. તે હવે 100 વર્ષ જૂની અને જાણીતી કંપની સાથે ડીલ કરી છે જેથી રિલાયન્સના કારણે સોસયો બ્રાન્ડને વધારે વેગ મળશે.
100 વર્ષ જૂની’ સોસિયો’ કંપની વિશે વધુ વિગતો
સોસિયો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ ગુજરાતના કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસ ઉત્પાદક કંપની છે. તેની સ્થાપના અબ્બાસ અબ્દુલરહીમ હઝુરી દ્વારા વર્ષ 1923માં કરવામાં આવી હતી. આ કંપની 100 વર્ષ જૂની કંપની કંપની છે. આ કંપની ગુજરાત અને તેનો પીણાંનો વ્યવસાય ફ્લેગશિપ બ્રાન્ડ ‘સોસિયો’- હેરિટેજ ઈન્ડિયન હેઠળ ચલાવે છે. સોસિયો કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસના વ્યવસાયમાં દેશની અગ્રણી કંપની છે તેના ડિસ્ટ્રીબ્યુટર્સ આખા ગુજરાતમાં ફેલાયેલા છે. આ ઉપરાંત પડોશી રાજ્યોમાં પણ સોસયોના ડિસ્ટ્રીબ્યુટર્સ છે. આ ઉપરાંત સોસયોની પ્રોડક્ટ્સ અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ નિકાસ કરવામાં આવે છે. સોશિયો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ અબ્બાસ હઝુરી અને તેમના પુત્ર અલીસાગર હઝુરી દ્વારા સંચાલિત છે. તેમની પાસે તેમના બેવરેજીસ પોર્ટફોલિયોમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જીનલિમ, રનર, ઓપનર, હઝુરી સોડા જેવી ઘણી બ્રાન્ડ્સ છે અને લગભગ 100 ફ્લેવર્સ છે.
આ પણ વાંચો : પાકિસ્તાન આર્થિક રીતે કંગાલ, તંગીથી બહાર આવવા અપનાવ્યો આ નવો તુક્કો