ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

દરરોજ 2GB ડેટા સાથે ફ્રી મળશે 20GB ડેટા, Jioની છે ઑફર

Text To Speech

નવી દિલ્હી, 29 નવેમ્બર, 2024: રિલાયન્સ જિયોએ તેના ઘણા પ્રિપેઇડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આ ટેરિફ વધારા સાથે રિલાયન્સ જિયો યુઝર્સ હવે સસ્તી કિંમતે વધુ લાભો સાથેના પ્લાન શોધી રહ્યા છે. આજે અમે તમને જિયોના આવા જ એક પ્લાન વિશે જણાવીશું, જે યુઝર્સને રોજિંદા ડેટા સાથે વધારાનો ડેટા આપવાની સુવિધા આપી રહી છે.

જિયોના આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની કિંમત રૂ. 899 છે. કંપની તેના 899 રૂપિયાના પ્લાન સાથે એક આકર્ષક ઑફર લઈને આવી છે. આ પ્લાનમાં તમને 20GB ડેટા પણ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 ફ્રી એસએમએસ પણ મળે છે.

જાણો પ્લાનની વેલિડિટી

જિયોના 899 રૂપિયાના પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને 20GB ડેટા ફ્રી પણ મળે છે. 90 દિવસની માન્યતા સાથેના પ્લાનમાં તમને કુલ 200GB ડેટાનો ઍક્સેસ મળશે.

ડેટા ખતમ થયા પછી પણ ઇન્ટરનેટ કરશે કામ

આ ઑફર અંતર્ગત દરરોજ મળતો ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને @64 Kbps થઈ જાય છે. આ ઉપરાંત, જિયો આ પ્રીપેડ પ્લાન સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ લાભ પણ આપે છે. દરરોજ 100 મફત એસએમએસ પણ મળે છે. જો તમે લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન રહ્યા છો, તો આ ઑફર તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ અમરેલીના જસવંતગઢ ગામમાં નાયબ મામલતદારના માતાની ધોળા દિવસે હત્યા

 

Back to top button