રિલાયન્સ જિયો 5G કોલ ડેટા ચાર્જમાં વધારો નહીં કરે
- 5G પ્લાન ઓફર કર્યા પછી તેના ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કરશે નહીં
- દેશને 2G ફ્રી બનાવવા ઓછા ખર્ચે 5G સેવા પ્રદાન કરવી જરૂરી
મુંબઈ, 30 ઑક્ટોબરઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો પોતાના કરોડો ગ્રાહકો માટે એક મોટા ખુશખબર લઈને આવી છે. જિયોએ કહ્યું છે કે જ્યારે કંપની તેની 5G સર્વિસને પોતાના પ્લાનમાં ઉમેરતા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરશે. તે સમયે પણ કંપની ગ્રાહકોને પોસાય તેવા ભાવે રિચાર્જ કરી આપશે. જિયોનું આ પગલું તેના 44 કરોડથી વધુ ગ્રાહકો માટે દિવાળી ધમાકાથી ઓછું નથી.
જિયોએ એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને આવું પગલું ભર્યું છે જેઓ હજુ પણ 2G નેટવર્ક પર છે. વધુને વધુ લોકોને પોતાની સાથે જોડવા માટે કંપની વધુ સારી સસ્તી કિંમતે 5G પ્લાન ઓફર કરી શકે છે. જિયોના 5G પ્લાનમાં યુઝર્સને ઝડપી ઈન્ટરનેટ સ્પીડ મળશે.
અમારું ધ્યાન ભાવ વધારવા પર નથી
જિયોના પ્રેસિડેન્ટ મેથ્યુ ઓમેને કહ્યું કે,કંપની હંમેશા તેના ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખે છે. ટેરિફ પ્લાનની કિંમતો વધારવાને બદલે અમે અમારા યુઝર્સની સંખ્યા વધારવામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે આના પર જ ધ્યાન આપી રહ્યા છીએ.20 કરોડથી વધુ ગ્રાહકો હજુ 2G સેવા પર છે. અમે તેમને ડીજીટલ પાવર આપીશું અને સસ્તી ડેટા-મોબાઈલ સેવા પુરી પાડશું.જો આપણે દેશને 2G ફ્રી બનાવવાનું સપનું જોયું છે, તો આવા વપરાશકર્તાઓને ઓછા ખર્ચે 5G સેવા પ્રદાન કરવી જરૂરી છે.
તેમણે કહ્યું કે હાલમાં યુઝર્સ એવા રિચાર્જ પેકમાં વધુ રસ દાખવી રહ્યા છે જે પોસાય તેવા ભાવે વધુ ડેટા ઓફર કરે છે. તેથી ભવિષ્યમાં 5G યોજનાઓ રજૂ કર્યા પછી રિચાર્જ પેકની કિંમતોમાં વધારો કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો, કેનેડામાં રચાઈ રહ્યું છે ભારત વિરોધી કાવતરું, ગુપ્તચર એજન્સીઓએ આપી માહિતી