ગુજરાતનેશનલબિઝનેસયુટિલીટી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયરિંગ સ્નાતકોની ભરતી કરાશે

Text To Speech
  • રિલાયન્સે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની (GET) 2024 પ્રોગ્રામના નામે ભારતભરમાંથી યુવા એન્જિનિયરો માટે તેની એન્ટ્રી-લેવલ ભરતી ડ્રાઇવ શરૂ કરી

દિલ્હી, 12 જાન્યુઆરી: દેશ અને વિશ્વની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય પેટ્રોકેમિકલ્સથી લઈને નવી ઊર્જા સુધીના તમામ વ્યવસાયોમાં ગ્રેજ્યુએટ એન્જિનિયરોની નિમણૂક કરવાનો છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી જણાવે છે કે રિલાયન્સે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની (GET) 2024 પ્રોગ્રામના નામથી સમગ્ર ભારતમાંથી યુવા એન્જિનિયરો માટે એન્ટ્રી લેવલની ભરતી અભિયાન શરૂ કર્યું છે.

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી

તેનો ઉદ્દેશ્ય તમામ વ્યવસાયિક ક્ષેત્રોમાં મુખ્ય તકનીકી ભૂમિકાઓ માટે યુવાન, ઉચ્ચ ક્ષમતાના એન્જિનિયરિંગ પ્રતિભાઓની ભરતી કરવાનો છે. આ વર્ષે પ્રથમ વખત અરજી પ્રક્રિયા ઑનલાઈન કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન 11 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી છે.

  • આ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ની તાજેતરની સફળતા અને તેના અધ્યક્ષ એસ. સોમનાથ દ્વારા વ્યક્ત કરાયેલી ભાવનાઓને અનુરૂપ છે કે ભારતની પ્રતિભા નાના શહેરો અને પ્રાદેશિક સંસ્થાઓમાં રહે છે.

2024 બેચના B.Tech અને B.E. સ્નાતકો માટે તક

આ પ્રોગ્રામ હેઠળ, કંપની એઆઈસીટીઈ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી કેમિકલ, ઈલેક્ટ્રીકલ, મિકેનિકલ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન જેવી વિવિધ શાખાઓના B.Tech અને B.E. સ્નાતકોની 2024 બેચની ભરતી કરશે. સ્નાતકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ 5 થી 8 ફેબ્રુઆરી વચ્ચે ઓનલાઈન એસેસમેન્ટ કરાવવાનું રહેશે. આમાં સફળ થનાર વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ 23મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ દરમિયાન લેવામાં આવશે. માર્ચના અંત સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: VGGS 2024નું સમાપન: ગૃહમંત્રી અમિત શાહે રોકાણકારોને કાશ્મીરમાં રોકાણ કરવા અપીલ કરી

Back to top button