ટ્રેન્ડિંગબિઝનેસમનોરંજન

Jio Cinema બંધ કરવાની તૈયારી કરતું રિલાયન્સ ગ્રૂપ, જાણો હવે શું હશે પ્લાન

Text To Speech

મુંબઈ, 18 ઓક્ટોબર : જ્યારે રિલાયન્સ જિયોએ તેના ઓટીટી પ્લેટફોર્મ ‘જિયો સિનેમા’ પર IPL ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી, ત્યારે તેણે સમગ્ર માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. પરંતુ હવે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આ OTT પ્લેટફોર્મ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. રિલાયન્સ જિયોની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની વચ્ચેનો એક્વિઝિશન ડીલ હવે લગભગ ફાઇનલ થઈ ગયો છે. તેની પૂર્ણતાની સત્તાવાર જાહેરાત કોઈપણ સમયે થઈ શકે છે. આ ડીલ પૂર્ણ થયા બાદ ડિઝનીના સ્ટાર નેટવર્કનો સમગ્ર બિઝનેસ મુકેશ અંબાણીના હાથમાં રહેશે. તેને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણી મોટો નિર્ણય લઈ શકે છે.

Jio સિનેમા બંધ, Disney+Hotstar ચાલુ

મર્જર પૂર્ણ થયા પછી, રિલાયન્સ OTT પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટારની પણ માલિકી ધરાવશે. આવી સ્થિતિમાં, ETએ સૂત્રોને ટાંકીને એક સમાચારમાં જણાવ્યું છે કે મર્જર પછી મુકેશ અંબાણીની કંપની બે અલગ-અલગ OTT પ્લેટફોર્મને બદલે એક જ પ્લેટફોર્મ જાળવી શકશે. સમાચાર અનુસાર, રિલાયન્સની સબસિડિયરી વાયાકોમ 18 અને સ્ટાર ઈન્ડિયાના મર્જર પૂર્ણ થયા બાદ ‘Jio સિનેમા’ને ‘Disney+ Hotstar’માં મર્જ કરવામાં આવી શકે છે. આ રીતે, કંપની આખરે Disney + Hotstar પ્લેટફોર્મને ચાલુ રાખી શકે છે, જ્યારે Jio સિનેમાને બંધ કરી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ આવું જ કામ કરી ચૂકી છે. Jio સિનેમા પહેલાં, Viacom 18 પાસે તેનું પોતાનું OTT પ્લેટફોર્મ ‘Voot’ હતું, જે કંપનીએ પાછળથી Jio સિનેમા સાથે મર્જ કર્યું.

રિલાયન્સ અને ડિઝની ડીલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડિઝનીના સ્ટાર ઈન્ડિયા બિઝનેસને ખરીદવા માટે લગભગ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. એટલું જ નહીં, કંપનીને લગભગ તમામ રેગ્યુલેટરી મંજૂરીઓ પણ મળી ગઈ છે. આ ડીલ બાદ નવી કંપની Star-Viacom 18નું નિયંત્રણ રિલાયન્સ પાસે રહેશે. Jio Cinema ને Disney + Hotstar સાથે મર્જ કરવાનું એક કારણ Disney + Hotstar એ Google Play Store પર 50 કરોડથી વધુ ડાઉનલોડ્સ ધરાવે છે. જ્યારે Jio સિનેમાના ડાઉનલોડની સંખ્યા માત્ર 10 કરોડ છે. એટલું જ નહીં, Disney+ Hotstar પાસે 3.55 કરોડ પેઇડ સબસ્ક્રાઇબર્સ છે.

આ પણ વાંચો :- સોમવારે આવશે વધુ એક IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ, જાણો વિગતો

Back to top button