રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકીઓ મળી છે. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. આટલું જ નહીં ધમકીભર્યા કોલ માત્ર એક-બે વખત નહીં પરંતુ ત્રણ વખત કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મુકેશ અંબાણીને ફરી ધમકી મળી
ડીબી માર્ગ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિએ ત્રણ વખત ફોન કર્યો હતો. આ ફોન કોલ્સ રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિશનદાસ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યા છે. જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે.
ધમકી બાદ અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો
ફરીયાદ પછી અંબાણી પરીવારની સુરક્ષા વધારાઈ છે. આ તરફ પોલીસ આ કોલ્સને વેરિફાઈ કરી રહી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન કરનાર એક જ છે, જેણે ત્રણ ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશ્નરને આ અંગે જાણકારી અપાઈ છે. કેસની તપાસ માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી છે.