ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને હિન્દુજા ગ્રૂપ દ્વારા હસ્તગત, RBIની મંજૂરી

Text To Speech

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ દેવાંના બોજ તળિયે ડૂબેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે રિલાયન્સ કેપિટલના એક્વિઝિશન માટે રિઝોલ્યુશન પ્લાન સબમિટ કર્યો હતો. હવે લાંબી લડાઈ બાદ રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપની બની છે. RBIની મંજૂરી મળતાં IIHL માટે કંપનીને હસ્તગત કરવાનો માર્ગ મોકળો થયો છે.

કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ કેપિટલ લિમિટેડના એડમિનિસ્ટ્રેટરને 17 નવેમ્બર, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેંક તરફથી “નો ઓબ્જેક્શન” પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જો કે, ફાઈનાન્સ સેક્ટરની રિલાયન્સ કેપિટલ કંપની દેવાળિયું ફૂંકવાની કગાર પર હતી. તેના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL)ના વેચાણ માટે હરાજીના બીજા તબક્કામાં હિન્દુજા ગ્રુપની કંપની IIHL રૂ. 9,650 કરોડની બિડ સાથે સૌથી મોટી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓનલાઈન હરાજીના બીજા રાઉન્ડમાં સૌથી વધુ બોલી ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) દ્વારા લગાવવામાં આવી હતી. IIHLએ RCLને હસ્તગત કરવા માટે રૂ. 9,650 કરોડની બિડ કરી હતી. આ બિડની રકમ હરાજીના પ્રથમ રાઉન્ડમાં ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા કરવામાં આવેલી રૂ. 8,640 કરોડની બિડ કરતાં લગભગ રૂ. 1,000 કરોડ વધુ હતી.

નોંધનીય છે કે, રિલાયન્સ કેપિટલ એક સમયે દેશની સૌથી મોટી NBFC કંપનીઓમાંની એક હતી તેમજ અનિલ અંબાણીના બિઝનેસ પોર્ટફોલિયોમાં સૌથી સફળ કંપનીઓમાંની એક હતી.લાંબી લડાઈ બાદ હવે રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપની છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલનાર બીજો આરોપી ઝડપાયો

Back to top button