નર્મદા ડેમની સપાટી 136.00 મીટરે પહોંચી
ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમની સપાટી 136.00 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની પુષ્કળ આવકને પગલે ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઈન્દિરાસાગર ડેમમાંથી 12 ગેટ 2.50 મીટર ખોલી 3,15,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે નર્મદા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે.
નર્મદા ડેમની સપાટી 136.00 મીટરે પહોંચી
નર્મદા ડેમની સપાટી હાલ 136.00 મીટર છે. પણ ઇન્દિરાસાગર ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 92 હજાર 246 ક્યુસેક છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી 1,00,000 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. જેના પગલે રિવરબેટ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 43,685 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.
નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા
અગાઉ નર્મદા ડેમના 13 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને આખા વર્ષ માટે સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે.