ટોપ ન્યૂઝનેશનલવિશેષ

સબંધ ગેરકાયદેસર પણ હક કાયદેસર, લિવ-ઈન વિશે શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?

Text To Speech

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમય સુધી સાથે રહે છે એટલે લીવ-ઈનમાં રહે છે, તો કાયદા અનુસાર તેને લગ્ન ગણવામાં આવશે અને તેમના પુત્રને પિતૃત્વ સંપત્તિમાં ભાગ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લગ્નના પુરાવાની ગેરહાજરીમાં સાથે રહેતા પુરુષ અને સ્ત્રીનું ‘ગેરકાનૂની’  ગણાવ્યુ હતુ.

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પુનઃસ્થાપિત કર્યો

ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ વિક્રમ નાથે કહ્યું, “તે સ્પષ્ટ છે કે જો એક પુરુષ અને સ્ત્રી પતિ અને પત્નીની જેમ લાંબા સમય સુધી સાથે રહે તો તેને લગ્નની જેમ જ ગણવામાં આવશે. અધિનિયમની કલમ 114 હેઠળ આવા અનુમાન લગાવી શકાય છે.

કોર્ટે કહ્યું, ‘જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા સમયથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોય, તો આ નક્કી છે કે લગ્નની તરફેણમાં અનુમાનીત કરી શકાશે.’ કેરળ હાઈકોર્ટના 2009ના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.

કેરળ હાઈકોર્ટે શું કહ્યું?

કેરળ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના એક પુરુષ અને સ્ત્રી વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો પછી જન્મેલા બાળકને પૈતૃક સંપત્તિમાં હિસ્સો આપવાના આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે અરજદારના માતા-પિતા લાંબા સમયથી સાથે રહેતા હોવાના કોઈ પુરાવા નથી. દસ્તાવેજો માત્ર સાબિત કરશે કે અરજદાર બંનેનો પુત્ર છે, પરંતુ તે કાયદેસરનો પુત્ર નથી, તેથી હાઇકોર્ટે મિલકતના ભાગલા પાડવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે ચુકાદાને ફગાવી દેતાં કહ્યું કે જ્યારે સ્ત્રી અને પુરુષ સાબિત કરે કે તેઓ પતિ-પત્ની તરીકે રહેતા હતા, ત્યારે કાયદો માની લેશે કે તેઓ માન્ય લગ્નના પરિણામે સાથે રહેતા હતા. આ સાથે, કોર્ટે દેશભરની ટ્રાયલ કોર્ટોને કહ્યુ, સ્વત: સંજ્ઞાન લઈને અંતિમ હુકમ પસાર કરવાની પ્રક્રિયામાં તત્પરતા બતાવવા છે. કોર્ટે તેને સીપીસીના આદેશ 20 નિયમ 18 હેઠળ આમ કરવાનું કહ્યું છે.

Back to top button