Rekha Gupta Family: દિલ્હીના નવા સીએમ રેખા ગુપ્તાના પરિવારમાં કોણ-કોણ? જાણો


નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025 : રેખા ગુપ્તાને બીજેપી વિધાયક દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તે કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં જોડાયા હતા. તેમણે આમ આદમી પાર્ટી (AAP)ની વંદના કુમારીને હરાવ્યા છે. રેખા ગુપ્તાનો જન્મ 19 જુલાઈ 1974ના રોજ હરિયાણાના જીંદ જિલ્લાના જુલાના સબ-ડિવિઝનના નંદગઢ ગામમાં થયો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
તેમના દાદા મણિરામ જિંદાલ કમિશન એજન્ટ હતા. તેમની જુલાનામાં ગંગારામ-કાશીરામના નામથી દુકાન હતી. રેખાના પિતાનું નામ જય ભગવાન છે, જેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર રહી ચુક્યા છે. તેમની માતાનું નામ ઉર્મિલા જિંદાલ છે, જે ગૃહિણી છે. રેખા જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું પોસ્ટિંગ દિલ્હીમાં થયું હતું. આ પછી પરિવાર દિલ્હી જ શિફ્ટ થઈ ગયો. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
પતિ સ્પેરપાર્ટસના બિઝનેસમેન
રેખા ગુપ્તાના પતિનું નામ મનીષ ગુપ્તા છે, જે વ્યવસાયે સ્પેરપાર્ટ્સના બિઝનેસમેન છે. રેખા ગુપ્તાના લગ્ન 28 જૂન 1998ના રોજ થયા હતા. તેમને બે બાળકો પુત્ર નિકુંજ ગુપ્તા અને મોટી પુત્રી હર્ષિતા ગુપ્તા છે. રેખા ગુપ્તા 2010માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય બન્યા હતા. રેખા ગુપ્તાના સીએમ બનવા પર સાસુ મીરા ગુપ્તાએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : રેખા ગુપ્તા દિલ્હીના સીએમ બન્યા, પ્રવેશ શર્મા અને કપિલ મિશ્રા સહિત 6 મંત્રીઓએ શપથ લીધા