20 રાજ્યોમાં ભાજપની સરકાર, ખાલી દિલ્હીમાં જ મહિલા મુખ્યમંત્રી કેમ બનાવ્યા? આ 3 રાજ્યો પર છે હાઈકમાન્ડની નજર

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025: દિલ્હીના મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ ખતમ થઈ ચુક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એવો નિર્ણય લીધો છે, જે એનડીએ અથવા ભાજપ શાસિત રાજ્યોમાં નથી લેવાયો. ભાજપે મહિલા ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં 20 રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકાર છે, પણ કોઈ પણ રાજ્યમાં કોઈ મહિલા મુખ્યમંત્રી ભાજપના નથી. ત્યારે હવે કોઈ મહિલાને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે.
દિલ્હી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં રેખા ગુપ્તાને સીએમ પદ માટે ચૂંટવામાં આવ્યા છે. દિલ્હી પહેલું એવું રાજ્ય બન્યું છે, જ્યાં ભાજપ તરફથી પહેલા મહિલા મુખ્યમંત્રી બની રહ્યા છે. જો કે દિલ્હીમાં રેખા ગુપ્તા ભાજપના બીજા મહિલા મુખ્યમંત્રી હશે. કારણ કે આ અગાઉ સુષ્મા સ્વરાજ પણ દિલ્હીની કમાવ સંભાળી ચુક્યા છે.
ભાજપ અથવા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ
- દિલ્હી – રેખા ગુપ્તા
- ઉત્તર પ્રદેશ – યોગી આદિત્યનાથ
- ઉત્તરાખંડ – પુષ્કર સિંહ ધામી
- હરિયાણા – નાયબ સિંહ સૈની
- ઓડિશા-મોહન ચરણ માઝી
- રાજસ્થાન – ભજનલાલ શર્મા
- ગુજરાત – ભૂપેન્દ્ર પટેલ
- સિક્કિમ – પ્રેમસિંહ તમાંગ
- બિહાર-નીતીશ કુમાર
- અરુણાચલ પ્રદેશ – પેમા ખાંડુ
- ત્રિપુરા – માણિક સાહા
- મેઘાલય – કોનરાડ સંગમા
- નાગાલેન્ડ-નેફ્યુ રિયુ
- પુડુચેરી-એન રંગાસામી
- મહારાષ્ટ્ર – દેવેન્દ્ર ફડણવીસ
- ગોવા – પ્રમોદ સાવંત
- મધ્યપ્રદેશ – મોહન યાદવ
- છત્તીસગઢ – વિષ્ણુ દેવ સાંઈ
- આસામ-હિમંત બિસ્વા શર્મા
દિલ્હીમાં શાલીમાર બાગ વિધાનસભા સીટથી પહેલી વાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવીને ભાજપે એક તીરે કેટલાય નિશાન સાધ્યા છે. રેખા ગુપ્તા દ્વારા ભાજપે દિલ્હીના 53 ટકા મતદારોને સાધવાની કોશિશ કરી છે.
તો વળી વૈશ્ય સમુદાયના આ મહિલા નેતાને રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રી બનાવીને ભાજપે દિલ્હીથી બહાર અન્ય 3 રાજ્યો પણ સાધવાના છે. કેવી રીતે આવો જાણીએ વિસ્તારથી…
રેખા ગુપ્તાના કારણે ભાજપ આ 3 રાજ્યો જીતવાનો પ્લાન
હરિયાણા- રેખા ગુપ્તા હરિયાણાથી આવે છે. રેખા ગુપ્તાનો જન્મ હરિયાણાના જીંદ જિલ્લામાં થયો હતો. રેખા ગુપ્તાએ પ્રાથમિક શિક્ષણ ત્યાંથી જ મેળવ્યું છે. રેખા ગુપ્તા જે વૈશ્ય સમુદાયના છે, તેમની હરિયાણામાં વસ્તી ૫ ટકા છે. હરિયાણામાં ભાજપની સરકાર છે. અહીં ભાજપ જાટ અને બિન-જાટના રાજકારણ પર આગળ વધી રહ્યું છે. રેખા ગુપ્તાનું મુખ્યમંત્રી બનવાથી, હરિયાણાના વૈશ્ય મતદારો પર ભાજપની પકડ વધુ મજબૂત થશે.
હરિયાણામાં 10 લોકસભા અને 90 વિધાનસભા બેઠકો છે. 2024 માં, ભાજપ 10 માંથી માત્ર 5 લોકસભા બેઠકો જીતી શક્યું છે.
બિહાર- બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપનો પૂર્ણ પ્રયાસ બિહારમાં સત્તા પાછી મેળવવાનો છે. શરૂઆતથી જ બિહારમાં વૈશ્ય અને બ્રાહ્મણો ભાજપના મુખ્ય મતદારો રહ્યા છે. રેખા ગુપ્તા દ્વારા ભાજપ તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે. રેખા ગુપ્તા આગામી બિહાર ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા ભજવી શકે છે.
બિહારમાં વૈશ્ય સમુદાયની વસ્તી લગભગ 5 ટકા છે અને 30 વિધાનસભા બેઠકો પર તેમનો સીધો દબદબો છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે અને અહીં સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર છે.
પશ્ચિમ બંગાળ- 2026 ના શરૂઆતી મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. અહીં ભાજપ મમતા બેનર્જીની પાર્ટી સાથે સીધી સ્પર્ધામાં છે. ભાજપ હાલમાં 15 રાજ્યોમાં સત્તામાં છે, પરંતુ કોઈપણ રાજ્યમાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. બંગાળમાં મહિલા મુખ્યમંત્રીનો મુદ્દો ખૂબ જ પ્રબળ રહ્યો છે.
ભાજપે રેખા ગુપ્તા દ્વારા બંગાળને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં વૈશ્ય સમુદાયની વસ્તી 2 ટકા છે. દિલ્હીમાં જીત બાદ ભાજપે બંગાળ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2021 માં, ભાજપ બંગાળમાં બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
આ પણ વાંચો: દિલ્હી: રેખા ગુપ્તા સહિત આ 7 ધારાસભ્ય આજે મિનિસ્ટર તરીકે લઈ શકે છે શપથ, આ રહી સંભવિત મંત્રીઓની યાદી