રેખાએ સિંદૂર લગાવીને કરાવ્યું ફોટોશૂટ, અભિનેત્રીની તસવીરે લગાવી સોશિયલ મીડિયા પર આગ


68 વર્ષની ઉંમરમાં પણ રેખાની સુંદરતા અદભૂત છે. તેમને જોઈને કોઈ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. તાજેતરમાં,અભિનેત્રીએ એક ઉત્તમ ફોટોશૂટ કરાવ્યું છે. રેખાએ હાલમાં જ વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. રેખાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
રેખાએ કુલ 6 પ્રકારના લુક લીધા છે. રેખા દરેક લુકમાં ખૂબ જ અલગ દેખાઈ રહી છે. રેખાની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. રેખાએ બોલિવૂડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ડ્રેસ પહેર્યો છે. મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી છે. મનીષ મલ્હોત્રાએ જણાવ્યું કે આ અનારકલી સૂટ ટ્યુનિક સ્ટાઈલ આધારિત છે.
View this post on Instagram
રેખાને આ ડ્રેસમાં સ્ટાઈલ કરતી જોઈ કેટરીના કૈફની પણ આંખો પહોળી થઈ ગઈ. આ તસવીર પર કમેન્ટ કરતાં કેટરિનાએ લખ્યું- અદભૂત.એક તસવીરમાં રેખા ગોલ્ડન કોપર કલરની મહારાષ્ટ્રીયન સ્ટાઈલની સાડી પહેરેલી જોવા મળે છે. આ ફોટામાં રેખા પણ અદભૂત લાગી રહી છે. રેખાની આ સ્ટાઇલ ઘણી અલગ છે. આ સાથે જ રેખાએ ચાહકોને દીવાના કરી દીધા છે.
આ પણ વાંચો : Rocky Aur Rani Ki Prem Kahaniનું ટ્રેલર રિલીઝ, રણવીર-આલિયાની જોરદાર કેમિસ્ટ્રી