સૈમ બહાદુરની સ્ક્રીનિંગઃ રેખાએ પોસ્ટરને જોઈ વંદન કર્યા, આ અંદાજથી ફેન્સના દિલ જીત્યા


મુંબઈ, 30 નવેમ્બર: બુધવારે વિકી કૌશલની ફિલ્મ ‘સૈમ બહાદુર’ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં એક્ટ્રેસ રેખા પહોંચ્યા હતા. તેમણે પોતાના અંદાજથી ચાહકોનો મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં પીઢ અભિનેત્રી રેખા સૈમ બહાદુરના પોસ્ટરને સલામ કરતી જોવા મળી રહ્યા છે. રેખાએ તેમના બંને હાથ જોડીને પોસ્ટર તરફ પ્રણામ કર્યા હતા. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, હવે રેખાની આ સ્ટાઈલ જોઈને લોકો પણ તેમની પ્રશંસા કરતા ખુદને રોકી શક્યા ન હતા.
View this post on Instagram
રેખા બ્લેક કાંજીવરમ સાડીમાં સુંદર દેખાતા હતા
સૈમ બહાદુરની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં રેખા બ્લેક કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. રેડ કાર્પેટ પર તેમની સ્ટાઈલ જ નહીં, પરંતુ તેમના જેશ્ચરની પણ ફેન્સ ખૂબ જ વાહવાહી કરી હતી. ખરેખર , રેખાએ કેમેરાની સામે આવતાની સાથે વિકી કૌશલના સૈમ માણેકશાના પોસ્ટર તરફ વળી પ્રણામ કરી ફેન્સના દિલ જીતી લીધા હતા. લોકોએ પોસ્ટ પર કોમેન્ટ્સ કરતાં લખ્યું- So Beautiful..So Elegant…Just looking like a WOW. તો બીજા એક ફેન્સે લખ્યું, ફિલ્મમાં તેમને પણ કાસ્ટ કરો.
1 ડિસેમ્બરે રિલીઝ થનારી વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુરની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં સ્ટાર્સનો જમાવડો લાગ્યો હતો. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક છે. જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.
આ સ્ક્રિનિંગમાં કેટરિના કૈફ, વિકી કૌશલના માતા-પિતા પણ આવ્યા હતા. રેડ કાર્પેટ પર કેમેરાની સામે વિકીએ તેના પિતા શામ કૌશલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેતા જોવા મળ્યો હતો. વિકીના અંદાજથી તેણે દરેકનું ધ્યાન ખેચ્યું હતું.
આ પણ વાંચો: મણિપુરમાં રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્ન થયા, મૈતાઈ વિધિની અનોખી ઝલક જોવા મળી