ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

રેલવેનો કાયાકલ્પ, 12 લાખ કરોડના મૂડીરોકાણ બાદ આ નવી સુવિધાઓ મળશે

Text To Speech
  • રેલવેએ નવી સરકારના પ્રથમ 100 દિવસનો એજન્ડા નક્કી કર્યો છે. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ચાલો વિગતવાર જાણીએ…

દિલ્હી, 17 એપ્રિલ: ભારતીય રેલવે દ્વારા મોદી 3.0 માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓએ સમાચાર એજન્સી ANIને જણાવ્યા મુંજબ આ પ્લાનમાં મુસાફરો માટે ઘણી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં 24-કલાક ટિકિટ રિફંડ સ્કીમ, તમામ રેલવે સુવિધાઓ માટે સુપર એપ, ત્રણ ઈકોનોમિક કોરિડોર અને સ્લીપર વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે.

નવી ટિકિટ રિફંડ સિસ્ટમ આવશે

રેલવે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી ટિકિટ સિસ્ટમ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ટિકિટ રિફંડ 24 કલાકની અંદર આપવામાં આવે. હાલમાં ટિકિટ રિફંડમાં ત્રણ દિવસથી એક સપ્તાહનો સમય લાગે છે.

સુપર એપ્લિકેશન

રેલવે દ્વારા ટૂંક સમયમાં એક સુપર એપ્લિકેશન બનાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ સુપર એપ દ્વારા મુસાફરો સરળતાથી એક જ જગ્યાએ રેલવે ટિકિટ બુક અને કેન્સલ કરી શકે છે. આ ઉપરાંત આ એપ દ્વારા ટ્રેનમાં ખાવાનું પણ ઓર્ડર કરી શકાય છે.

PM રેલ યાત્રી વીમા યોજના

રેલવે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ ‘PM રેલ યાત્રી વીમા યોજના’ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 5 વર્ષમાં રેલવેમાં 10 થી 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેથી ભારતીય રેલવે વિશ્વ કક્ષાની રેલવે બની શકે.

વંદે ભારતને ત્રણ શ્રેણીમાં લાવશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર વંદે ભારત ટ્રેનને ત્રણ કેટેગરીમાં ચલાવવા પર વિચાર કરી રહી છે. પ્રથમ વંદે ભારત મેટ્રો છે જે 100 કિલોમીટરથી ઓછા રૂટ પર ચલાવવામાં આવશે. વંદે ચેયર કાર 100 થી 550 કિલોમીટરના રૂટ પર દોડશે. આ ઉપરાંત સ્લીપર વંદે ભારત ટ્રેન 550 કિલોમીટરથી વધુના અંતર પર દોડશે.

આ પણ વાંચો: બેંકો હવે લોન પર વધારાના ચાર્જને છુપાવી શકશે નહીં: ગ્રાહકોને આપવી પડશે સંપૂર્ણ માહિતી

Back to top button