નવા વાહન ખરીદનાર માટે આનંદો, હવે RTOના ધક્કા બંધ!


ગુજરાત રાજ્યના વાહન ચાલકો માટે ખુશીની ખબર RTO વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે હવે રાજ્યમાં નવું વાહન લીધા બાદ તેના નંબર લેવા માટે RTO ના ધક્કા નહિ ખાવા પડે અને આ સુવિધા તમને હવે સીધી જે તે ડિલરશીપ પર મળી રહેશે.
આ પણ વાંચો : લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડવાના કેસમાં આશીષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી
વાહન ચાલકોને જ્યારે નવું વાહન ખરીદતા હોય છે ત્યાર બાદ વાહન ના નંબર માટે કે પસંદગી ના નંબર માટે RTO કચેરીના ધક્કા કે પછી ઓનલાઈન વેબસાઇટ નો સહારો લેવો પડે છે. ત્યારે RTO વિભાગ દ્વારા આ દિશામાં લોકહિતમાં એક પગલું ભરવામાં આવ્યું છે. હવે કોઈપણ વ્યક્તિ જ્યારે નવું વાહન ખરીદવા માટે જશે ત્યારે તેને કાર ખરીદતી વખતે જ ડીલરના ત્યાંથી RTO ની ઍપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન નંબરનું લિસ્ટ દેખાઈ જશે અને ગ્રાહક તેમાંથી નંબર પસંદ કરી શકશે અને કોઈ નંબર પસંદ ન કરવો હોય તો કયો નંબર મળશે તે ત્યાંજ ખબર પડી જશે.
આ પણ વાંચો : ગુજરાત ACBએ લાંચિયા કર્મચારીઓનો આંકડો જાહેર કર્યો, જાણો કયા વિભાગની પોલ ખુલી
વધુમાં, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ બાબતની અંતિમ તબ્બકામાં વાત ચાલી રહી છે ત્યારે ભારત સરકારની મંજૂરી મળતા જ આ નિર્ણયને ગુજરાતમાં લાગુ કરવામાં આવશે અને ગ્રાહકોને RTO કચેરીના ધક્કા ખાવાના બંધ થઈ જશે.