એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

GATE 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી, જાણો નવી તારીખ

Text To Speech
  • જે ઉમેદવારો ગેટ 2025 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા અને જે લોકો અરજી કરવા ઇચ્છુક છે તેમના માટે એક સમાચાર છે. ગેટ 2025 માટે નોંધણીની શરૂઆતની તારીખ લંબાવવામાં આવી છે

દિલ્હી, 24 ઓગસ્ટ: ગેટ 2025 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીએ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2025) માટે નોંધણીની તારીખમાં બદલાવ કર્યો છે. IIT રૂરકી દ્વારા કરવામાં આવેલા તારીખમાં બદલાવને કારણે અરજી પ્રક્રિયા આજ નહીં પરંતુ તેના બદલામાં હવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 28 ઓગસ્ટ, 2024થી શરૂ થશે. અરજીની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. એકવાર શરુ થયા પછી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

છેલ્લી તારીખ શું છે?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gate2025.iitr.ac.in દ્વારા GATE 2025 પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. લેટ ફી વિનાની GATE 2025 નોંધણી વિન્ડો 26 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.

પરીક્ષાની તારીખ

શેડ્યૂલ મુજબ, GATE 2025 પરીક્ષા દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 1, 2, 15 અને 16 ફેબ્રુઆરીના રોજ બે સત્રમાં લેવામાં આવશે. ગેટ 2025 પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે 9:30 થી 12:30 અને બીજી શિફ્ટ બપોરે 2:30 થી 5:30 સુધી લેવામાં આવશે.

અરજી ફી

GATE 2025 પરીક્ષા માટે સફળતાપૂર્વક નોંધણી કરાવવા માટે ઉમેદવારોએ GATE 2024 એપ્લિકેશન ફી ચૂકવવી પડશે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), પર્સન્સ વિથ ડિસેબિલિટી (PwD) કેટેગરીઝ તેમજ મહિલા ઉમેદવારો માટેની ફી રૂ. 900 છે. અન્ય તમામ ઉમેદવારો માટે નોંધણી ફી રૂ 1800 છે.

કેવી રીતે નોંધણી કરવી

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • આ પછી હોમપેજ પર ‘Apply Online’ પર ક્લિક કરો.
  • આ પછી તમારી જાતને નોંધણી કરો અને અરજી ફોર્મ સાથે આગળ વધો.
  • આ પછી ફોટોગ્રાફ, સહી અને અન્ય દસ્તાવેજો અને જાતિ પ્રમાણપત્ર (SC/ST/PWD) અને/અથવા ડિસ્લેક્સિક પ્રમાણપત્ર અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો.
  • આ પછી અરજી ફોર્મ તપાસો.
  • છેલ્લે ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો: પત્રકારત્વના માધ્યમથી ગુજરાતની ધરતીને ગરવી બનાવવા ઝઝૂમનાર, જીવનભરનો જોદ્ધોઃ નર્મદ

Back to top button