ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

  • આજે સાંજે 6 વાગ્યાથી કોલેજમાં પ્રવેશ માટે ફુલ રજિસ્ટ્રેશન શરૂ
  • ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યુ
  • બીબીએમાં 1,653, બીસીએમાં 2,442 અને આર્ટસમાં 16,105 બેઠકો ઉપલબ્ધ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) દ્વારા ધોરણ.12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હોવાથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ, સાયન્સ અને કોમર્સમાં યુજી કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ CBSC બોર્ડના વિદ્યાર્થીઓ તા.19મીને શુક્રવારનાં સાંજથી પ્રવેશ માટે ઓનલાઈન ફૂલ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો: ગુજરાત: રેરાના હુકમનો અનાદર કરાતા બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું

બીજી તરફ ગુજરાત બોર્ડ દ્વારા હજુ ધોરણ.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ ન હોવાથી તે વિદ્યાર્થીઓ પ્રિ-રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ કોલેજોમાં હાલમાં 33,455 બેઠકો, બીબીએમાં 1,653, બીસીએમાં 2,442 અને આર્ટસમાં 16,105 બેઠકો ઉપલબ્ધ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. પરિણામ જાહેર થયા પછી કોલેજમાં પ્રવેશ માટે ધસારો ન થાય તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફેમિલી ડોક્ટર્સ પ્રેક્ટિસનું પ્રમાણ ઘટ્યું, આંકડો જાણી રહેશો દંગ 

આજે સાંજે 6 વાગ્યાથી કોલેજમાં પ્રવેશ માટે ફુલ રજિસ્ટ્રેશન શરૂ

યુનિવર્સિટી દ્વારા આજે સાંજે 6 વાગ્યાથી અંડર ગ્રેજ્યુએશન આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજમાં પ્રવેશ માટે ફુલ રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, હાલ જે વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયુ છે અથવા તો જૂના વિદ્યાર્થીઓ છે તે જ ફુલ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. ધો.12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા પછી જ ફુલ રજિસ્ટ્રેશન કરાવી શકશે. પરિણામ આવ્યા પછી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં મૂશ્કેલી ઉભી ન થાય તે માટે દરેક કોલેજોમાં હેલ્પસેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતાં હજુ અંદાજે એક અઠવાડીયા જેટલો સમય લાગે તેવી શક્યતાઓ જણાવી આવી છે. જેથી આ વિદ્યાર્થીઓ હાલમાં પ્રિ-રજિસ્ટ્રેશન જ કરાવી શકશે.

Back to top button