નવી દિલ્હી, 10 માર્ચ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG 2024) માટે નોંધણીની સમયમર્યાદા લંબાવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી તેમના ફોર્મ સબમિટ નથી કર્યા તેઓ સત્તાવાર વેબસાઇટ પર અરજી ભરી શકે છે. NTA એ ઉમેદવારોને NEET UG માટે અરજી કરવા માટે 16 માર્ચ સુધીનો સમય આપ્યો છે.અગાઉ ઉમેદવારો પાસે 9 માર્ચ સુધીનો સમય હતો.
પરીક્ષાની તારીખ અને શિફ્ટનો સમય
NEET UG 2024ની પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય 3 કલાક 20 મિનિટનો રહેશે. આ એક જ શિફ્ટમાં એટલે કે બપોરે 2 થી 5:20 સુધી હાથ ધરવામાં આવશે. તેમજ, પરિણામ 14 જૂને જાહેર કરવામાં આવશે.
ઉંમર મર્યાદા અને ફી
અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 17 વર્ષ હોવી જોઈએ. અરજી કરવા માટે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 1700 રૂપિયા, EWS અને OBCને 1600 રૂપિયા અને SC, ST, PWD કેટેગરીએ 1000 રૂપિયા ચૂકવવા પડશે.
NEET UG 2024 માટે કેવી રીતે નોંધણી કરવી
– નોંધણી માટે neet.ntaonline.in પર લોગિન કરો.
– અહીં NEET રજીસ્ટ્રેશન વિન્ડો દેખાશે, તેના પર ક્લિક કરો.
– જ્યારે નવું પૃષ્ઠ ખુલે, ત્યારે વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
– જરૂરી દસ્તાવેજો અને ફોટા અપલોડ કરો.
– અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.
– પેજ ડાઉનલોડ કરો અને સેવ કરો.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની દલીલના કારણે માસ્તર થયા ગુસ્સે, બંદૂક કાઢીને કર્યું ફાયરિંગ