- વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી વચ્ચે 28 જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજાશે
- રાજકીય નેતા તેમજ જાણિતા ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે
- ગિફ્ટ સિટીમાં સેન્ટ્રલ પાર્કમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાનું નક્કી
ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાંથી છૂટેલા અફસરો નવી ઈવેન્ટ માટે તૈયારી કરી રહ્યાં છે. જેમાં ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી વચ્ચે 28 જાન્યુઆરીએ ફિલ્મફેર એવોર્ડ યોજાશે. તેમાં 24મીથી કાઉનડાઉન શરૂ છે. ત્યારે બોલિવૂડ, ટેલિવૂડ સહિત પ્રાદેશિક ફિલ્મોના સ્ટાર ગુજરાતમાં ઊમટશે.
આ પણ વાંચો: ગુજરાત: શિયાળામાં પહેલીવાર કોલ્ડવેવની આગાહી, પતંગ માટે જાણો કેવું રહેશે હવામાન
રાજકીય નેતા તેમજ જાણિતા ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે
દેશભરના રાજકીય નેતા તેમજ જાણિતા ઉદ્યોગપતિઓ પણ તેમાં સામેલ થશે. મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થતા ત્યાંની ફરજ અદાયગીમાંથી માંડ છૂટા થયેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ તંત્રને આગામી સપ્તાહે વધુ એક મેગા ઈવેન્ટ માટે તૈયાર રહેવા ઉચ્ચકક્ષાએથી સૂચના અપાઈ છે. ફિલ્મ ફેર એવોર્ડ- 2024 માટે તેના આયોજકોએ ગાંધીનગર શહેરની અંદર મહાત્મા મંદિરને બદલે અમદાવાદ એરપોર્ટથી નજીક ગિફ્ટ સિટીમાં સેન્ટ્રલ પાર્કમાં યોજવાનું નક્કી કર્યુ છે. જેના માટે તાડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.
સેલેબ્રિટી, ફિલ્મના ક્રુ મેમ્બર્સના ટૂરિઝમનું કાઉનડાઉન શરૂ થઈ જશે
ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન અર્થાત જમવાની સાથે જ દારૂની પરમિટ માટે એક ક્લબ અને હોટલને મંજૂરી પણ આપી દેવાઈ છે. ફિલ્મ ફેર એવોર્ડ- 2024માં બોલિવૂડ, ટેલિવૂડથી શરૂ કરીને દેશભરમાંથી પ્રાદેશિક ફિલ્મોના અનેક સ્ટ્રાર આવશે. માત્ર અભિનેતા કે અભિનેત્રીઓ જ નહિ પણ દેશભરના રાજકીય નેતા તેમજ જાણિતા ઉદ્યોગપતિઓ પણ તેમાં સામેલ થશે. આથી, ગિફ્ટ સિટીને જોડતા ઈન્જિરાબ્રિજ- ગાંધીનગર હાઈવે ઉપરાંત નોબલ નગરથી મોટા ચિલોડા વચ્ચેના હાઈવેની દુરસ્તી અને ટ્રાફિક મેનેજમેન્ટની દિશામાં પોલીસ ફોર્સને ટ્રેઈન કરાઈ રહ્યો છે.
ગુજરાતમાં પહેલીવાર આ આયોજન થઈ રહ્યુ છે
ગુજરાતમાં પહેલીવાર આ આયોજન થઈ રહ્યુ છે. એથી, રાજ્યના પ્રવાસન વિભાગે ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાં સહભાગી થવા માટે આવી રહેલા સેલેબ્રિટી, ફિલ્મ નિર્માતાઓ, અને તે સંલગ્ન ઉદ્યોગ વ્યવસાયિકોને અમદાવાદ, ગાંધીનગરની બહાર વડનગર, અંબાજી, મોઢેરા, કચ્છનો ધોરડો, ધોળાવીરા, દ્વારકા, સોમનાથ, ચાંપાનેર જેવા અનેક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લે, ફિલ્મ શૂટિંગ માટે નવા લોકેશનોને જાણ તેના માટે પણ ઓફર કરાઈ રહ્યાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, આ પ્રયાસોને લીધે 24 જાન્યુઆરીથી જ વિવિધ વિસ્તારોમાં સેલેબ્રિટી, ફિલ્મના ક્રુ મેમ્બર્સના ટૂરિઝમનું કાઉનડાઉન શરૂ થઈ જશે.