ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ જાહેરાત કરવા પાછળ આ છે બીજેપીનો માસ્ટર પ્લાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભરતીય જનતા પાર્ટી આજે સાંજે કે પછી આવતી કાલે પ્રથમ ઝોનનાં 89 ઉમેદવારોની યાદી જાહેર કરશે. સંસદીય સમિતીની બેઠક પુરી થયા બાદ તરત જ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. ત્યારે પ્રચાર પ્રસારમાં સૌથી આગળ રહેનારી ભારતીય જનતા પાર્ટી આ વખતે પાછળ કેમ છે? ત્યારે આની સાથે ભાજપની રણનીતી જોડાયેલી છે.
મોડા ઉમેદવાર જાહેર કરવા પાછળ ભાજપની રણનીતિ
ત્યારે ભાજપની રણનીતિ હેઠળ સૌથી મોડા ઉમેદવાર જાહેર કરવા જેથી દિગ્ગજ નેતાઓ કે જેમની ટિકિટ કપાવાની શક્યતા છે તેઓ વધારે નુકસાન ન પહોંચાડી શકે. તેમને નુકસાન પહોંચાડવા માટેનો સમય જ ઓછો મળે. તેમજ સીધુ જ ઉમેદવારો ફોર્મ ભરીને ડોરટુ ડોર પ્રચાર પર લાગી જાય. આદર્શ આચાર સંહિતા લાગી જવાના કારણે સભા કે રેલીઓ સ્વરૂપે તે પાર્ટીને નુકસાન ન પહોંચાડી શકે કે પોતાનો રોષ વ્યક્ત રીતે પ્રકટ ન કરી શકે. કારણ કે હાલ ભાજપમાં પણ ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે, જો કે જ્યાં સુધી ઉમેદવારોની યાદી જાહેર ન થાય ત્યાં સુધી કોઇ કાંઇ બોલવા તૈયાર નથી પરંતુ આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. ત્યારે અન્ય પાર્ટીની જેમ ભાજપની ઈમેજ ખરાબ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ, AAP કે ઓવૈસી, ગુજરાતના મુસ્લિમો કોની સાથે, ભાજપનો પણ ખાસ પ્લાન
કાલે થઈ શકે છે ઉમેદવારોના નામ જાહેર
દરેક ચૂંટણીમાં અગ્રેસર રહેતી ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખુબ જ પાછળ દેખાઇ રહ્યું છે. કેમ્પેઇન હોય કે ઉમેદવારોની યાદી જાહેર કરવાની હોય દરેક સ્તરે હંમેશાથી આગળ રહેતું ભાજપ આ વખતે બેકફુટ પર જોવા મળી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીનાં 159 અને કોંગ્રેસનાં 43 ઉમેદવારો જાહેર થઇ ચુક્યાં છે તેમ છત્તા પણ ભાજપે હજી સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી. ભાજપ આખરે આજ રાત સુધીમાં કે પછી કાલ સવારે સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. ત્યારે ભાજપ બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે.