ધો.1માં પ્રવેશ માટે વયની કટ ઓફ તારીખમાં ફેરફાર અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. રાજ્યમાં ધોરણ 1માં પ્રવેશ મામલે વય મર્યાદામાં કટ ઓફ ડેટ નક્કી કરવા અંગે હાઈકોર્ટે જવાબ માંગતા કહ્યું કે ‘ધો.1માં પ્રવેશ માટે વયની કટઓફ તારીખમાં ફેરફાર અંગે સરકાર ખુલાસો કરે’
ધોરણ 1માં પ્રવેશ મામલે હાઈકોર્ટમાં સુનાવણી
વર્ષ 2023ના આગામી શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પુરા કર્યા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવાના નિર્ણય કરવામા આવ્યો છે. 6 વર્ષ પૂરા ના થયા હોય તો પહેલા ધોરણમાં પ્રવેશ ના મળી શકે તેવા સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં કરવામા આવી હતી. જેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં ધોરણ 1માં પ્રવેશ મામલે વય મર્યાદામાં કટ ઓફ ડેટ નક્કી કરવા અંગે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે ‘ધોરણ 1માં પ્રવેશ માટે નક્કી કરેલી વય મર્યાદામાં કટ ઓફ ડેટ તારીખ વધારવા અંગે સરકારની શું યોજના છે? આ અંગે સ્પષ્ટ નીતિ જાહેર કરો તો સ્કૂલોને તે મુજબ પ્રવેશ આપવાની સૂચના આપી શકાય’ તેમ કોર્ટે જણાવ્યું હતું.
સ્પષ્ટતા ન હોવાથી વાલીઓને અને સ્કૂલો મૂંઝવણમાં
સરકારના નવા નિયમ મુજબ નવા શૈક્ષણિક સત્રમાં તારીખ 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવાની જોગવાઇ કરાઇ છે.સરકારે કરેલી જાહેરાતમાં કઈ તારીખ સુધીમાં બાળકનો જન્મ થયો હોય તો તેને પ્રવેશ આપવામાં આવશે? તે અંગે સ્પષ્ટતા ન હોવાથી વાલીઓને અને સ્કૂલો મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે ધોરણ 1માં પ્રવેશ મામલે સરકારે નક્કી કરેલી કટ ઓફ ડેટમાં કોઈ વધારો કરવામાં આવશે કે નહિ? તે અંગે હાઈ કોર્ટે સરકારને જવાબ આપવા આદેશ કર્યો છે. તેમજ કટ ઓફ ડેટમાં કોઈ વધારો કરવાનો હોય તો તે અંગે સ્કૂલોમાં ઝડપથી જાણ કરવા સુચવ્યુ છે.
આ પણ વાંચો : રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ગુજરાતભરમાંથી ધર્મગુરુઓ, સંતો-મહંતો આપી હાજરી