બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડતા યુવકે જબરું દિમાગ લગાવ્યું, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો


- સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યની સાથે-સાથે હસશો. ચાલો તમે પણ જૂઓ આ વાયરલ વીડિયો
HD ન્યૂઝ ડેસ્ક, 7 મે: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થાય છે. ક્યારેક કપલનો ડાન્સ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક કપલની અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થાય છે. આ સિવાય મનોરંજન અને વિચિત્ર હરકતો કરતા લોકોના વીડિયો પણ વાયરલ થાય છે. પરંતુ આજકાલ જુગાડ સાથે જોડાયેલા મોટાભાગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુદા જુદા વીડિયોમાં જુદા જુદા જુગાડ જોવા મળે છે. એ જ રીતે સોશિયલ મીડિયા પર એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તમે પણ અહીં જૂઓ.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
તમે પણ એ વાત જાણતા જ હશો કે પેટ્રોલ પંપ પર કોઈને પણ બોટલ કે અન્ય વાસણમાં પેટ્રોલ આપવામાં આવતું નથી. દરેકને તેમની બાઇક અથવા કારમાં પેટ્રોલ આપવામાં આવે છે. એક પેટ્રોલ પંપ પર પણ આવું જ લખેલું હતું. ત્યાં લખ્યું હતું કે બોટલો કે ડબ્બામાં પેટ્રોલ નહીં મળે. જ્યારે એક વ્યક્તિને પેટ્રોલની ખરેખર જરુર પડી તો તેને બોટલમાં પેટ્રોલ ન આપતા તે વ્યક્તિ પોતાના બાઈકની ટાંકી નીકાળીને પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે. આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હશે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો
भारत में पेट्रोल बोतल डब्बे में ना मिले तो हम टंकी खोल लाते है पर पेट्रोल तो खुले में ही लेंगे ⛽ pic.twitter.com/TLfDwrxw0j
— Reetesh Pal (@PalsSkit) May 7, 2024
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @PalsSkit નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભારતમાં જો પેટ્રોલ બોક્સમાં કે બોટલ ન મળે તો અમે ટાંકી ખોલીને લાવીએ છીએ પરંતુ પેટ્રોલતો અમે ખુલ્લામાં જ લઈશું.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 60 હજાર લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘એ ભી સહી હૈ’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડુ લોકો, ત્રીજા યુઝરે લખ્યું, ‘કિતને તેજસ્વી લોગ હૈ’ એક યુઝરે લખ્યું, ‘આ સૌથી સારો આઈડિયા’
આ પણ વાંચો: 10 વર્ષના બાળકે સંભાળી ઘરની જવાબદારી! વીડિયો જોઈને ઉદ્યોગપતિનું પિગળ્યું દિલ