ગુજરાતટોપ ન્યૂઝ

ખાખી વર્દી સાથે હવે નહીં બનાવી શકાય રિલ્સ, પોલીસ વિભાગમાં લાગુ થયા નવા નિયમો

Text To Speech

રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે નવા નિયમો આવ્યા છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી પણ નહીં કરી શકે.

સોશિયલ મીડિયોનો વધુ પડતો ઉપયોગ વધતાં પોલીસ વિભાગે નિયમો લાવ્યા

પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. તથા અગાઉ બહાર પાડેલી આચાર સહિતામાં સમય સાથે ફેરફાર કરાયા છે. રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી પણ કરી શકશે નહીં. કારણ કે તાજેતરમાં પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયોનો બેફામ ઉપયોગ કરતા હતા. તેથી નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે.

સોશિયલ મીડિયા-humdekhengenews

પોલીસ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરી શકશે નહીં

આ આચાર સંહિતા મુજબ, હવે ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ કે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર નહિ કરી શકે. તેમજ પોલીસ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ કોઈ પણ ટીકા કે ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ નહિ કરી શકે.

 આ પણ વાંચો : રાજ્યમાં આગામી 3 કલાક ભારે! આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Back to top button